મિટિંગમાં હાજરી આપવા આવેલા મામલતદારે અચાનક લગાવી મોતની છલાંગ
ગાંધીનગરઃ પાટણમાં એક કરૂણ ઘટના બની છે. અહીં 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગરૂપે મીટીંગ યોજવામા આવી હતી, જેમાં મીટીંગ પહેલા મામલતદારે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પાટણના હારીજમાં મામલતદાર વેનાજી પટેલે ત્રીજા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે.
50 વર્ષના વેનાજી પટેલે મામલતદાર કચેરીના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવ્યાની ઘટન બાદ હારીજ પોલીસ, SDM સહિતના અઘિકારીઓ ઘટના સ્થળે આવી પહોચ્યાં છે. તથા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અગાઉ અમદાવાદના સાણંદમાં ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર પટેલે પાંચમાં માળેથી પડતુ મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ચૂંટણી પહેલા જ પ્રાંત અધિકારીની આત્મહત્યાથી સનસનાટી મચી ગઈ હતી. તેમજ પરિવારે આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો આક્ષેપ કર્યો હતો. આ વિવાદ વચ્ચે ડેપ્યુટી કલેક્ટર પાસેથી મળેલી શંકાસ્પદ પેન ડ્રાઈવ અને દસ્તાવેજને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે ફરી ફરજ પર હાજર એવા મામલતદાર સ્તરના અધિકારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. જોકે હાલમાં તેમના આ પગલાંનું કારણ જાણવા મળ્યું નથી. આ સાથે તેમનું મૃત્યુ આત્મહત્યા નહીં પણ અકસ્માત હોવાનું પણ અમુક અહેવાલો જણાવી રહ્યા છે. તેમનું મોત અક્સમાતથી થયું કે આત્મહત્યા હતી તે રહસ્ય હજુ અકબંધ છે.