આમચી મુંબઈમનોરંજન

‘કમાન્ડો’ ફેમ અભિનેતાની મુંબઈ રેલવે પોલીસે અટક કરી કે પછી બીજું કંઈ?

મુંબઈ: ‘કમાન્ડો ફિલ્મ ફેમ અભિનેતાની મુંબઈ રેલવે પોલીસ અટક કરવાના અહેવાલ મળી રહ્યા છે. બોલીવૂડના ફેમસ એક્ટર વિદ્યુત જામવાલ આજકાલ તેની આગામી ફિલ્મ ‘ક્રેક’ માટે ચર્ચામાં છે ત્યારે વિદ્યુત જામવાલ આ ફિલ્મના પ્રમોશન દરમિયાન વિદ્યુત મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. RPF દ્વારા અભિનેતાની અટક કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) આરપીએફની બાંદ્રા ઓફિસમાંથી વિદ્યુત જામવાલાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ફોટામાં અભિનેતા પોલીસ સ્ટેશનમાં ખુરશી પર બેઠેલો જોવા મળે છે. જોકે એની અટક થઈ છે કે પ્રમોશન કરી રહ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આ RPF ઓફિસ છે. આરપીએફ અધિકારીઓએ ખતરનાક સ્ટંટ કરવા બદલ વિદ્યુતની અટકાયત કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુરવાર થયું નથી.


વિદ્યુત ખાસ કરીને બોલીવૂડમાં એક્શન એક્ટર તરીકે ઓળખાય છે. તેના સ્ટંટ યુવાનોના મનમાં છવાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર પણ તેનો મોટો ફેન બેઝ છે પરંતુ આ સ્ટંટને કારણે વિદ્યુત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. વિદ્યુત જામવાલ માત્ર એક્ટર નથી પણ માર્શલ આર્ટિસ્ટ પણ છે. ફિલ્મ “કમાન્ડો” પછી અભિનેતાની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો હતો. આ ફિલ્મ માટે અભિનેતાને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.


વિદ્યુતે સાઉથની ફિલ્મોમાં કામ કરીને પોતાની અભિનય યાત્રા શરૂ કરી હતી. તેની પહેલી ફિલ્મ તેલુગુમાં ‘શક્તિ’ હતી. આ પછી તેણે બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.


વિધૂતની ‘ફોર્સ’ સૌથી પ્રથમ બોલીવૂડની ફિલ્મ હતી. આ પછી વિદ્યુતે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે ‘કમાન્ડો’, ‘અંજાન’, ‘બાદશાહો’, ‘કમાન્ડો-2’, ‘જંગલ’, ‘યારા’, ‘કમાન્ડો-3’ અને ‘સનક’માં કામ કર્યું હતું. હવે તેની ફિલ્મ ‘ક્રેક’ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર આવવાની છે. આ ફિલ્મમાં નોરા ફતેહી પણ મહત્વના રોલમાં જોવા મળશે.


વિદ્યુત તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને લઈ ચર્ચામાં રહે છે. તે અભિનેત્રી કરિશ્મા કપૂરની સાવકી દીકરી અને ઉદ્યોગસાહસિક સંજય કપૂરની પહેલી પત્ની નંદિતા મહતાનીને ડેટ કરી રહ્યો છે. હવે એવી પણ ચર્ચા છે કે બંને ઝડપથી લગ્ન કરવાના છે. બંનેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…