વિલાયતી મહમાનો માટે ઊણું ઉતર્યું રાજધાનીનું હવામાન, ખરાબ વાતાવરણે દિલ્હીમાં વિદેશી પક્ષીઓની સંખ્યા ઘટાડી

નવી દિલ્હી: Climate change (જળવાયુ પરીવર્તન) કુદરતને ઘણું જ ગંભીર રીતે અસર કરી રહ્યું છે. બદલતી રહેતી વરસાદની પેટર્ન, વધતું જતું સમુદ્રનું તાપમાન, માનવો સાથે સાથે પશુ પક્ષીઓ ઉપર પણ ગંભીર અસર કરી રહ્યું છે. જેને લઈને પ્રવાસી પક્ષીઓ એને ખાસ કરીને લુપ્ત થતાં પક્ષીઓ ઉપર તેની ખુબજ ઊંડી અસર જોવા મળી રહી છે. Big Bird Day પર દિલ્હી બર્ડ ક્લબ દ્વારા કરવામાં આવેલા એક બર્ડ વોચિંગ કાર્યક્રમમાં બહાર આવ્યું છે. આ વર્ષે માત્ર 234 પ્રજાતિનાના પક્ષીઓ જ રાજધાનીના મહેમાન બન્યા છે જ્યારે ગયા વર્ષે 253 પ્રજાતિના પક્ષીઓએ ધામા નાખ્યા હતા.(migrated birds in delhi) આ આંકડાઓ પર્યાવરણપ્રેમીઓ અને પક્ષીપ્રેમીઓ માટે ચિંતાજનક છે.
દિલ્હી NCRમાં બનાવેલા બાયોડાયવર્સિટી પાર્ક (biodiversity parks Delhi NCR) લુપ્ત થતાં પક્ષીઓ માટે નવા ઘર સમાન છે. પરંતુ કલાઇમેટ ચેન્જના કારણે ઘણા જ ઓછા પક્ષીઓ ત્યાં પહોંચે છે. આ કાર્યક્રમ યમુના બાયોડાયવર્સિટી પાર્ક, અરવલી, કમલા નેહરુ રિજ, કાલિંદી બાયોડાયવર્સિટી પાર્ક, ઓખલા પક્ષી અભયારણ્ય, સંજય વન સહિત અનેક વિસ્તારોમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
આ વર્ષે ઓખલા પક્ષી અભયારણ્યમાં પક્ષીઓની સૌથી ઓછી સંખ્યા જોવા મળી છે. પક્ષીઓની કુલ 46 પ્રજાતિઓ અહીં જોવા મળી હતી. આ પછી સક્તપુર અરવલ્લી ઝાડીમાં 65, સંજય ફોરેસ્ટમાં 71 અને સૂરજ વેટલેન્ડમાં 79 પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા છે.
બાયોડાયવર્સિટી પાર્કના ઈન્ચાર્જ વૈજ્ઞાનિક, ડો. ફૈયાઝ એ ખુડસર જણાવે છે કે, ‘આ વિસ્તારો મુખ્યત્વે લુપ્તપ્રાય પક્ષી પ્રજાતિઓ માટે મહત્વપૂર્ણ રહેઠાણ બની રહ્યા છે. પરંતુ, બદલાતા તાપમાનની તેમના પર અસર થઈ રહી છે. આ વખતે યુરોપમાં શિયાળો આવ્યો, જેના કારણે ત્યાં આ પક્ષીઓ માટે ખોરાક હોવો જોઈએ. જેના કારણે કેટલાક સ્થળાંતર કરી શક્યા ન હતા તો કેટલાક ટૂંકા અંતરે સ્થળાંતર કરી ગયા હતા. પક્ષીઓનું આ સ્થળાંતર તાપમાન દ્વારા નક્કી થાય છે.’
પર્યાવરણને સ્વસ્થ રાખવામાં જૈવવિવિધતા (Biodiversity) મહત્વની ભૂમિકા ભજવે છે. બદલાતા વાતાવરણને કારણે પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. દિલ્હી-NCRની આબોહવા માત્ર છોડ માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ ઉત્તમ છે. ત્યાં મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળ્યા છે. જેમાં સુલતાનપુર મુંડાખેડા વિસ્તારમાં સૌથી વધુ પક્ષીઓ જોવા મળ્યા છે.
પક્ષીઓની કુલ 189 પ્રજાતિઓ અહીં જોવા મળી હતી. આ પછી, સુલતાનપુર બસાઈમાં 149 પ્રજાતિના પક્ષીઓ અને ગુરુગ્રામના SNPના બુડેહરામાં 141 પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેટલેન્ડમાં વધારો થવાને કારણે અહીં પક્ષીઓની પ્રજાતિઓ વધી છે. તેમાં સાઇબિરીયાથી આવતા પ્રવાસી પક્ષીઓની સંખ્યા સૌથી વધુ છે. આમાં બાર હેડેડ ગૂઝ, બાર્ન સ્વેલો, બે બેક્ડ શ્રાઈક અને ઘણા બધાનો સમાવેશ થાય છે.