આપણું ગુજરાતટોપ ન્યૂઝ
Jamnagar: કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી, CM ભુપેન્દ્ર પટેલે પરિવાર અને ડોક્ટરને ખબર પૂછ્યા
જામનગર: ધારાસભ્ય અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગ્રામ ચલો અભિયાન દરમિયાન ગત રાત્રે જામનગર જિલ્લાના બેરાજા ગામમાં રાત્રી રોકાણ કર્યું હતું. તે દરમિયાન તેમને અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો (Raghavji Patel Brain Stroke). અને બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ રાઘવજી પટેલના પરિવારજનો અને ડોક્ટર સાથે ફોન પર વાત કરીને તેમની તબિયતની ખબર પૂછી હતી.
જી.જી.હોસ્પિટલ, જામનગરમાં પ્રાથમિક સારવાર બાદ રાઘવજી પટેલને વધુ સારવાર માટે રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાથી તેને તાત્કાલિક જામનગરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ખાનગી હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ રાઘવજી પટેલની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
Taboola Feed