ચૂંટણી પહેલાં ઈપીએફઓનો વ્યાજદર વધારવામાં આવ્યો
નવી દિલ્હી : સામાન્ય ચૂંટણી પૂર્વે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈફીએફઓ)નું વ્યાજ ૩૧ માર્ચમાં પૂરા થનારા નાણાકીય વર્ષ માટે શનિવારે વધારીને ૮.૨૫ ટકા જાહેર કરાયું હતું. છેલ્લાં ત્રણ વર્ષનું આ સર્વાધિક વ્યાજ છે.
એમ્પ્લોઈસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝે નાણા મંત્રાલયને યોગદાન દઈ રહેલા આઠ કરોડ સબસ્ક્રાઈબરનો વ્યાજ દર વધારવાની ભલામણ કરી હતી એમ શ્રમ મંત્રલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષનો આ સૌથી મોટો વ્યાજદર છે. અગાઉનો સર્વાધિક દર ૨૦૧૯-૨૦નો હતો, જ્યારે સાડાઆઠ ટકા વ્યાજ અપાયું હતું. ૨૦૨૦-૨૧માં વ્યાજદર જાળવવામાં આવ્યો હતો. જોકે એના પછીના નાણાકીય વર્ષમાં વ્યાજદર ઘટાડીને ૮.૧ ટકા કરાયો હતો જે ચાર દાયકાનો સૌૈથી નીચા ેદર હતો. ૧૯૭૭-૭૮માં ઈપીએફ વ્યાજદર આઠ ટકા હતો.
૨૦૨૨-૨૩ના (એપ્રિલ ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ સુધી) વ્યાજદરમાં નજીવોે વધારો કરીને ૮.૧ કરાયો હતો.
૨૦૨૩-૨૪ માટેની શ્રમ મંત્રાલયની ભલામણ હવે નાણા મંત્રાલય પાસે જશે અને નાણા મંત્રાલય તેને માન્ય રાખશે તો ઈપીએફઓ સબસ્ક્રાઈબરને તેનો લાભ મળશ્ો.
ભારતમાં નવી સરકાર ચૂંટવા એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણી યોજાશે. શ્રમ મત્રાલયના નિવેદન પ્રમાણે વ્જદર વધારવાનો નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીએ ૨૩૫ની બેઠકમાં લીધો હતો. આ બેઠકના અધ્યક્ષ કેન્દ્રના શ્રમ પ્રધાન ભુપેન્દ યાદવ હતા. (એજન્સી)