આમચી મુંબઈ

વ્યક્તિગત દુશ્મનાવટ અને કાયદો-વ્યવસ્થા બન્ને અલગ વસ્તુ: ફડણવીસ

મુંબઈ: એક જ અઠવાડિયામાં શિવસેનાના નેતાઓ ઉપર થયેલા ગોળીબારના મૃત્યુના કારણે રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થા ઉપર વિપક્ષે પ્રશ્ર્નો ઉઠાવવાના શરૂ કર્યા છે ત્યારે નાબય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બચાવ કરતા કહ્યું છે કે વ્યક્તિગત દુશ્મનાવટ અને રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થાની પરિસ્થિતિને સરખાવવી ખોટી છે. તેમણે કહ્યું હતું કે હાલમાં બનેલી ઘટનાઓ લોકો વચ્ચેની વ્યક્તિગત દુશ્મનાવટના કારણે બની હતી. તેને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે એમ ગણાવવું ખોટું છે.

રાજ્યમાં ગૃહ ખાતું સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું કે જે પણ ઘટનાઓ બની છે કે બે વ્યક્તિ વચ્ચેની દુશ્મનાવટના કારણે બની છે. આ ઘટનાઓ ખૂબ જ ગંભીર છે તેનાથી હું અસંમત નથી. પણ તેને કાયદો અને વ્યવસ્થા સાથે સરખાવવું યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઉલ્હાસનગરમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિંદે જૂથની શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ ઉપર ગોળીબાર કર્યો હતો. જ્યારે બુધવારે મૌરીસ નોરોન્હા નામના શખસે ઉદ્ધવ જૂથના કદાવર નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકર ઉપર ગોળીબાર કર્યો હતો અને પોતે આત્મહત્યા કરી લીધી હતી. જેને પગલે વિપક્ષે સરકારને ઘેરવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

ઉદ્ધવને માનસિક અસર થઇ ગઇ છે
દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેએ સરકાર હટાવીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરેલી માંગણીનો જવાબ આપતા કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની ભાષા અને તેમના શબ્દો જોતા મને ચોક્કસ એવું લાગે છે કે ઉદ્ધવને માનસિક અસર થઇ છે. હું એટલું જ કહીશ કે ગેટ વેલ સૂન(ઝડપથી સાજા થાવ). હું બાકી કોઇપણ પ્રતિક્રિયા આપીશ નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?