ઉત્સવ

સ્ટાર્ટઅપ હોય કે IPO વેલ્યુએશન બ્રાન્ડનું થશે

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

સવારે ન્યૂઝપેપર ખોલતા હમણાં થોડા સમયથી ઈંઙઘની એડ જોવા મળે છે. ઈંઙઘનો જમાનો પાછો આવ્યો છે. આપણે સ્ટાર્ટઅપના વેલ્યુએશનની વાતો સાંભળતા હશું કે અમુક સ્ટાર્ટઅપ અમુક કિંમતમાં વેચાણું અથવા તેના અમુક વેલ્યુએશન પર ઇન્વેસ્ટરોએ અમુક હિસ્સો ખરીદ્યો. આપણે ગુજરાતીઓ શેરમાર્કેટને સમજીયે અને ઈંઙઘ પણ વત્તે ઓછે અંશે તે પ્રમાણે કામ કરે છે. આપણને જાણ છે કે વેલ્યુએશનમાં બ્રાન્ડ મોટો ભાગ ભજવે છે, છતાં પણ આપણે આપણા વેપારમાં તેની અવગણના કરીયે છીએ.

બીજી વાત આપણે જયારે વેપારની શરૂઆત કરીયે ત્યારે આપણી મનોવૃત્તિ કેટલો ફાયદો થયો કે ટર્નઓવર કેટલું થયું ત્યાં સુધી સીમિત હોય છે. વેલ્યુએશન વધવાના શું ફાયદાઓ છે તે આપણે આગળ જોશું.

જે વેપારીઓએ બ્રાન્ડ બનાવવા પાછળ મહેનત કરી છે એમનો અનુભવ કહે છે કે એમને પોતાની બ્રાન્ડમાં રોકાણ કર્યું તેથી એ બજારને પાછળ રાખી આગળ વધ્યા છે. મૂલ્યવાન બ્રાન્ડ લોકોના જીવનમાં સકારાત્મક તફાવત લાવે છે અને તેથી એ ભીડમાં અલગ તરી આવે છે.

મૂલ્યવાન બ્રાન્ડ ક્ધઝ્યુમરની જરૂરિયાત પૂરી કરવાનું કામ કરે છે. તે જરૂરિયાત વિશ્ર્વસનીય બૅંકિંગ સેવા માટેની હોઈ શકે, સલામત અને આરામદાયક કારની હોઈ શકે અથવા ડિટર્જન્ટ જે તમારા કપડાં સાફ કરે છે તેની પણ હોઈ શકે અને આમ તમે ક્ધઝ્યુમર સાથેનો કાયમી ભાવનાત્મક સંબંધ બાંધો છો અને બ્રાન્ડનો અર્થ આમાંથી ઉદ્ભવે છે.

અહીં મુજબ બ્રાન્ડ વેલ્યુએશનના શું ફાયદાઓ છે તે જાણીયે…
બ્રાન્ડ ગ્રાહકોને ઉત્પાદન અથવા સેવા તરફ આકર્ષિત કરે છે. તમારી બ્રાન્ડ ખરીદતા અથવા પસંદ કરતા લોકોની સંખ્યામાં વધારો કરે છે અને આમ તમારા વોલ્યુમ શેરને વધારે છે.

બ્રાન્ડ ઉત્પાદનોની ગુણવત્તાનો સ્તર ઘણો ઊંચો લઇ જાય છે અને જેથી ગ્રાહકો તે માટે બ્રાન્ડ ખરીદવા વધુ ચૂકવણી કરવા તૈયાર છે. આમ ઊંચી કિંમતો અથવા ઓછા પ્રમોશનલ રેટ તમારા મૂલ્યના શેર, માર્જિન અને નફામાં સુધારો કરે છે.

બ્રાન્ડ કર્મચારીઓ, ભાગીદારો અને સપ્લાયરોને આકર્ષે છે અને જાળવી રાખે છે. આ સંબંધને સુધારવાથી
બિઝનેસ ખર્ચ ઘટાડી શકાય છે અને નફો વધારી શકાય છે.

બ્રાન્ડ લોકોના મનમાં અસ્તિત્વ ધરાવે છે. મજબૂત, સારી રીતે બિલ્ટ અને સારી રીતે જાળવવામાં આવેલી
બ્રાન્ડ મેમરીમાં ટકી રહે છે અને સમય જતાં તેના મૂલ્યો વર્ષો સુધી યાદ રહે છે. તંદુરસ્ત વ્યવસાય રોકાણકારોના માનસને અને સંબંધોને સુધારે છે, બજારમાંથી જો પૈસા ઉપાડવા હશે તો સરળતાથી તે કામ થઇ શકશે અને તમારી કેપિટલ કોસ્ટ આમ જળવાઈ રહેશે. મૂલ્યવાન બ્રાન્ડનું આ જમા પાસુ છે.

આજે ગ્રાહકોને બ્રાન્ડ પાસેથી શું જોઈએ છે તે વિશે વધુ જાગૃત છે. આજે બ્રાન્ડે જો વેલ્યુએશન વધારવું હશે અને એક મૂલ્યવાન બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થવું હશે તો પોતે પરપઝફુલ બ્રાન્ડ બનવું પડશે.

બ્રાન્ડે ઉકેલનો એક ભાગ બનવાની જરૂર છે. આજની જે કોઈપણ સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે પોતે તૈયાર છે એની બાંહેધરી ગ્રાહકોને આપવી પડશે. સસ્ટેનેબિલિટી કે પરપઝ ડ્રિવન બ્રાન્ડ આજનો ક્ધઝ્યુમર પહેલા પસંદ કરે છે અને આ આજના જમાનાના નૈતિક મૂલ્યો માનવામાં આવે છે.

ગ્રાહક ઇચ્છે છે કે બ્રાન્ડ એના જીવનમાં સુધારો કરે અને વ્યાપક સમાજ પર હકારાત્મક અસર કરે. તેઓ જો બ્રાન્ડને ‘યોગ્ય વસ્તુ કરી રહ્યાં છે-’ તરીકે એ જોશે અને અપનાવશે તો તેવી બ્રાન્ડ માટે પોતાનું ગજવું ખાલી કરતા અચકાશે નહિ. લાંબા ગાળાની બ્રાન્ડ બિલ્ડિંગ અને વેલ્યુએબલ બ્રાન્ડ બની બિઝનેસ વૃદ્ધિને અનલોક કરવાની આ ગુરુ ચાવી છે.

વેલ્યૂ બેઝડ બ્રાન્ડ અને વેલ્યૂ વગરની બ્રાન્ડનો ફરક સમજવાની કોશિશ કરીયે…
બ્રાન્ડ વેલ્યુ સાંભળતાં જ આપણે તેને પૈસાની ગણતરીમાં સમજી લેશું, બ્રાન્ડની કિંમત શું છે- પ્રાઇઝ શું છે તેમ સમજશું. ફલાણી ફલાણી બ્રાન્ડ કેટલાની છે? આ પ્રશ્ર્ન ઘણીવાર બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ પ્રોડક્ટ માટે પણ ઊભો થાય. ધારો કે એક પ્રોડક્ટ જેને બ્રાન્ડ નેમ નથી તે ૫૦ રૂપિયાની હોય પણ તેવુ જ પ્રોડક્ટ જો બ્રાન્ડ નેમ સાથે હશે તો કદાચ ૫૦૦ રૂપિયાનું હશે. અહીં આપણે બ્રાન્ડ વેલ્યૂને સમજવાની કોશિશ કરીશું.

બ્રાન્ડ વેલ્યૂનો મતલબ ફક્ત તે નથી કે બ્રાન્ડને પ્રાઇઝમાં એક્સટ્રા પ્રીમિયમ મળે છે, પણ લોકો કેટલી વાર તે બ્રાન્ડને ખરીદે છે.

રિપીટ પર્ચેસ થાય છે તે બ્રાન્ડનું? જ્યારે આમ થાય ત્યારે કહી શકાય કે અમુક બ્રાન્ડની બ્રાન્ડ વેલ્યૂ વધી છે. વધુ પૈસા આપવા અને એક જ વાર ખરીદી અમુક બ્રાન્ડની થાય તો બ્રાન્ડની વેલ્યૂ છે તેમ ન કહી શકાય.

જેમ વેલ્યૂ બેઝડ વ્યક્તિ પાસે લોકો વારંવાર જશે અને સંબંધ બાંધશે અને અમુક લોકો સાથે એક જ વાર કેમ છો, ‘કેમ નહી’નો સંબંધ થશે. બસ, આજ ફર્ક છે બ્રાન્ડ વેલ્યૂ સાથે રમતી બ્રાન્ડમાં અને વેલ્યૂ વગરની બ્રાન્ડમાં.

બ્રાન્ડની વેલ્યૂ રાતોરાત નથી બની જતી. તેના માટે સમય જોઈયે અને ક્લિયર વિઝન જોઈયે. તેના માટે પોતાને પ્રશ્ર્નો પૂછો, જેમકે- ‘તમે શેના દ્વારા ઓળખાવ છો? તમે શેને વધુ મહત્ત્વ આપો છો? એક કંપની તરીકે તમે શેમાં માનો છો?’ આવા પ્રશ્ર્નોના જવાબને રિફાઇન કરતા જશો તો તમારી વેલ્યૂએબલ બ્રાન્ડ બનવાની યાત્રા શરૂ થઇ જશે. વેલ્યૂ એવી ક્રિયેટ કરો કે તમારા સિવાય બીજું કોઈ તેનો દાવો ન કરી શકે. આનાથી તમારી બ્રાન્ડને ડીફ્રેન્સીયેશન ઊભું કરવામાં ઘણી મદદ મળશે.

ફક્ત બ્રાન્ડની કિંમત વધારવાથી કશુ નહીં થાય, કદાચ તત્પુર્તો ફાયદો થશે, પણ જો બ્રાન્ડની વેલ્યુ વધશે
તો રિપીટ પર્ચેસ થશે, ક્ધઝ્યુમર બ્રાન્ડને વારંવાર ખરીદશે અને આ પ્રોસેસ બ્રાન્ડની વેલ્યુ વધારશે….
-તો સ્ટાર્ટઅપ હોય કે IPO લાવવો હશે ઈનટેન્જીબલ વેલ્યૂએશનમાં બ્રાન્ડ મહત્ત્વનો ભાગ ભજવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…