રેડ કલરના બોડીકોન ડ્રેસમાં અવનીતને જોઇ લોકો દંગ રહી ગયા
મુંબઈ: અવનીત કૌરની સુંદરતાના પ્રેમીઓમાં યુવાનોને અવનીતે પોતાના હાલના ફોટોશૂટથી વધુ કાયલ બનાવી દીધા છે. બાળ કલાકાર તરીકે મનોરંજન જગતમાં આવેલી અવનીતની ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પણ જોરદાર ફેન ફોલોઇંગ છે.
હાલમાં જ અવનીતે લાલ રંગના બોડીકોન ડ્રેસમાં પોતાની તસવીરો શેર કરી હતી. અત્યંત મનમોહક દેખાતી અવનીત રેડ કલરના આ ડ્રેસમાં ખૂબ જ અટ્રેક્ટિવ દેખાતી હતી અને તેના ફેન્સે પણ અવનીતના આ લૂકની ભારોભાર પ્રશંસા કરી છે.
અવનીત પોતાના બોલ્ડ લૂક્સ માટે ખૂબ જ જાણીતી છે અને હાલમાં જ તેણે શેર કરેલી તસવીરોમાં પણ તે ખૂબ જ સુંદર અને બોલ્ડ દેખાઇ રહી છે. અવનીત અવારનવાર પોતાના બોલ્ડ લૂક્સના કારણે સમાચારોમાં છવાઇ રહેતી હોય છે.
રેડ કલરના બોડીકોન ડ્રેસમાં પાછળ સફેદ બેકગ્રાઉન્ડમાં આપેલા અવનીતના પોઝ ઇન્ટરનેટ ઉપર ગણતરીના સમયમાં વાઇરલ થયા હતા અને તેના ફેન્સે તેની ભારોભાર પ્રશંસા કરતી કોમેન્ટ્સ પણ કરી હતી.
અવનીતના ગ્લેમરસ ફોટોશૂટ તેના ફેન્સને ખૂબ જ પસંદ પડ્યો છે અને તેના ફેન્સ તેની સ્ટાઇલને કોપી પણ કરતા હોય છે. તેના હોટ અને બોલ્ડ અંદાજનો ખાસ કરીને યુવા વર્ગ પણ ચાહક છે.