કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌત સતત કંઈકને કંઈક કારણસર લાઈમલાઈટમાં રહે છે અને હવે એક્ટ્રેસે પ્રાઈમ મિનીસ્ટરને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે ટૂંક સમયમાં જ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી રિલીઝ થવા જઈ રહી છે. કંગના હાલમાં આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળી રહી છે.
કંગના રનૌત પોતાની આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે અને હાલમાં જ અભિનેત્રી ફિલ્મની એક પ્રમોશનલ ઈવેન્ટ માટે પહોંચી હતી અને આ દરમિયાન એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે આ ફિલ્મમાં તારી જે સ્ટાઈલ છે એ જોતા શું તું આગામી પીએમ બનવા માંગીશ?
મીડિયા દ્વારા પૂછવામાં આવેલા આ સવાલ પર કંગના હસી પડી હતી અને જવાબ આપતા જણાવ્યું હતું કે મેં જે ફિલ્મ કરી છે ઈમરજન્સી એ જોયા પછી ચોક્કસપણે નહીં ઈચ્છું કે હું વડા પ્રધાન બનું. કંગનાનો આ જવાબ સાંભળીને તેની આસપાસમાં ઉભેલા લોકો પણ તેની સાથે ખડખડાટ હસી પડે છે.
ફિલ્મમાં કંગનાના લુક વિશે વાત કરીએ તો કંગના આ પ્રમોશન ઈવેન્ટમાં બ્લુ રંગની બનારસી સાડી, કાનમાં બુટ્ટી અને કપાળ પર ચાંદલો લગાવીને પહોંચી હતી. કંગના રનૌત આ રેટ્રો લુકમાં કંગનાની સુંદરતા વધુ ચમકી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઈમરજન્સી 14મી જૂનના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં કંગના રનૌતના લૂકના દર્શકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
Taboola Feed