અચાનક અમિતાભ બચ્ચન અયોધ્યા શા માટે પહોંચ્યા, શું કર્યું?
મુંબઈ: બૉલીવૂડના મહાનાયક અને બિગ બી અમિતાભ બચ્ચને નવમી ફેબ્રુઆરીએ ફરી એક વખત અયોધ્યામાં પહોંચ્યા હતા. તેમ 22 જાન્યુઆરીએ અમિતાભ બચ્ચને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. ગઈકાલે બિગ-બી અયોધ્યામાં એક જ્વેલરી સ્ટોરના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. બિગ-બીની આ મુલાકાત દરમિયાન તેમણે શ્રી રામ મંદિરમાં જઈને રામલલ્લાના દર્શન પણ કર્યા હતા. અમિતાભ બચ્ચનના આ અયોધ્યા મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
રામલલ્લાના દર્શન પછી અમિતાભ બચ્ચને અયોધ્યા મંડળના કમિશનર ગૌરવ દયાલના ઘરે પણ ગયા હતા. આ દરમિયાન તેઓ અનેક અધિકારીઓને મળીને તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો અને તે પછી સાંજે ચાર વાગ્યાની આસપાસ અમિતાભ બચ્ચને આ જ્વેલરી સ્ટોરનું પોતાના હસ્તે ઉદ્ઘાટન કર્યું હતું.
એક અહેવાલ મુજબ અમિતાભ બચ્ચને સૌ પ્રથમ ‘જયશ્રી રામ’નો જયઘોષ કરી પોતાના જીવન બાબતે અનેક બાબતો પણ શેર કરી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી ફરી એક વખત જય શ્રી રામ કહ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન લોકોનું સંબોધન કરતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ હું આવ્યો હતો અને આજે ફરી આવ્યો છું અને આ પ્રકારે આવવું જવું ચાલતું રહેશે. અનેક લોકો કહે છે કે તમે આવતા નથી તો તમારી સાથે સંબંધી કેવી રીતે વધારશુ.
અમિતાભ બચ્ચને તેમના પિતા શ્રી હરિવંશ રાય બચ્ચનની એક વાત પણ શેર કરી હતી. બિગ-બીએ કહ્યું બાબુજીએ મને એક વાત કહીં હતી. હું મૂળ અલ્હાબાદમાં જન્મ્યો હતો. તે પછી અમે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં રહ્યા હતા. એ ખરું છે કે હું દિલ્હી, કોલકાત્તા અને મુંબઈમાં રહ્યો છું પણે જ્યાં પણ હું રહ્યો ત્યાં મને ‘છોરા ગંગા કિનારેવાલા’ જ કહેવામાં આવે છે.