Uncategorized

મહારાષ્ટ્રમાં ‘કાયદો અને વ્યવસ્થા’ મુદ્દે ફડણવીસે આપ્યું મોટું નિવેદન

મુંબઈ: એક જ અઠવાડિયામાં શિવસેનાના નેતાઓ ઉપર થયેલા ગોળીબારના મૃત્યુના કારણે રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થા ઉપર વિપક્ષે પ્રશ્ર્નો ઉઠાવવાના શરૂ કર્યા છે ત્યારે નાબય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ‘લો એન્ડ ઓર્ડર’ની પરિસ્થિતિ મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ફડણવીસે આ મુદ્દે બચાવ કરતા કહ્યું હતું કે વ્યક્તિગત દુશ્મનાવટ અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એમ બંનેને એકબીજા સાથે સરખાવવી ખોટી છે.

તેમણે કહ્યું હતું કે હાલમાં બનેલી ઘટનાઓ લોકો વચ્ચેની વ્યક્તિગત દુશ્મનાવટના કારણે બની હતી. તેને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે એમ ગણાવવું ખોટું છે.

રાજ્યના ગૃહ પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે જે પણ ઘટનાઓ બની છે કે બે વ્યક્તિ વચ્ચેની દુશ્મનાવટના કારણે બની છે. આ ઘટનાઓ ખૂબ જ ગંભીર છે, તેનાથી હું અસંમત નથી. પણ તેને કાયદો અને વ્યવસ્થા સાથે સરખાવવું યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઉલ્હાસનગરમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિંદે જૂથની શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ ઉપર ગોળીબાર કર્યો હતો, જ્યારે બુધવારે મૌરિસ નોરોન્હા નામના શખસે ઉદ્ધવ જૂથના કદાવર નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકર ઉપર ગોળીબાર કર્યો હતો અને પોતે આત્મહત્યા કરી લીધી હતી. જેને પગલે વિપક્ષે સરકારને ઘેરવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button