સસ્તું સોનું ખરીદવું છે? સોમવારથી સરકાર આપી રહી છે Golden Chance
સોનું એ ભારતીયોની પહેલી પસંદ છે અને ગમે એટલો નબળામાં નબળામાં માણસ પણ કેમ નહીં હોય પણ એની પાસે પણ ઓછા પ્રમાણમાં તો ઓછા પ્રમાણમાં સોનું તો મળશે, મળશે ને મળશે જ… આજે અમે અહીં તમારા માટે એક ધાંસ્સુ સ્કીમ લઈને આવ્યા છીએ, જેમાં તમે સસ્તામાં સોનું ખરીદી કરી શકશો અને સરકાર ખુદ તમને આ મોકો આપી રહી છે. આવો જોઈએ શું છે આખો મામલો…
અહીં વાત થઈ રહી છે Sovereign Gold Bondsની… છેલ્લાં કેટલાક સમયથી સોવેરિયન ગોલ્ડ રોકાણકારોની પહેલી પસંદ બની ગયું છે. આ ગોલ્ડ બોન્ડ એટલે કે Sovereign Gold Bonds (SGB)માં રોકાણકારને ડબલ રિટર્નનો ફાયદો મળે છે અને આ જ કારણ છે કે રોકાણકારો આમાં પૈસા રોકવાનું પસંદ કરી રહ્યા છે.
જો તમે પણ Sovereign Gold Bondsમાં રોકાણ કરવા માંગો છો તો તમને ટૂંક સમયમાં જ મોકો મળી રહ્યો છે. સોમવારથી ફરી એક વખત સબસ્ક્રિપ્શનની શરૂઆત થવા જઈ રહી છે. એક ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે Sovereign Gold Bond-2023-24 સિરીઝ-4ની શરૂઆત 12મી ફેબ્રુઆરીથી થઈ રહી છે અને 16મી ફેબ્રુઆરી સુધી આમાં રોકાણ કરી શકાશે. ગોલ્ડ બોન્ડ 21મી ફેબ્રુઆરીના ઈશ્યુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં Sovereign Gold Bond સિરીઝ 2023-24ના ત્રીજા હપ્તાનું સબ્સ્ક્રિપ્શન ડિસેમ્બર, 2023માં ઓપન થયું હતું. Sovereign Gold Bond પર રોકાણકારને ડબલ રિટર્ન મળે છે. સૌથી પહેલાં તો એસજીબી પર વાર્ષિક 2.50 સુધીના રેટથી ઈન્ટરેસ્ટ મળે છે અને વર્ષમાં બે વખત રોકાણકારોના ખાતામાં આ ઈન્ટરેસ્ટ જમા કરવામાં આવે છે. બીજા ફાયદા વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં વધારાના રૂપમાં મળેછે. ગોલ્ડ બોન્ડને શેર બજાર પર ટ્રેડ પણ કરી શકાય છે, એટલે લિક્વિડિટીની સમસ્યા પણ નથી રહેતી. રોકાણકાર જરૂર પડે ત્યારે તેને વેચી પણ શકે છે, જ્યારે મેચ્યોરિટી સુધી રાખવામાં આવે તો ટેક્સમાં પણ લાભ મળે છે.
ભારત સરકારે Sovereign Gold Bondની શરૂઆત 2015માં કરી હતી અને આઠ વર્ષે મેચ્યોર થાય છે અને પાંચ વર્ષ બાદ તેને ક્યારેય પણ રિડીમ કરી શકાય છે. Sovereign Gold Bonds લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ માટે પસંદગીનો વિકલ્પ બની ગયો છે.