Happy Birthday: જે બંગલામાં એક સમયે દૂધ દેવા જતા તેને જ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું
વર્ષ 1979ની ચૂંટણી હતી. લોખંડી મહિલાના નામે ઓળખાતા દેશના પહેલાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) સામે એક નિર્ભય યુવાન ઊભો હતો. તેને લોકો સ્કવાર્ડન લીડર રાજેશ્વર પ્રસાદ (Rajeshwar Prasad) તરીકે ઓળખતા. ઈન્દિરાએ તેમને સલાહ પણ આપી કે તમે રાજનીતિમાં આવવા માગો છો, પણ રાજનીતિ કોઈ સ્થિર કહી શકાય તેવું કામ નથી અને તમારા સંતાનો નાના છે, તમારા પર જવાબદારી છે તો તમે નોકરી છોડશો નહીં. ઈન્દિરા સામે બોલવાની હિંમત પણ ન થાય પણ યુવાને તો કહી દીધું કે હું શ્રીમતિ ગાંધીના આશીર્વાદ લેવા આવ્યો છું, સલાહ નહીં. બસ આ અડગ આત્મવિશ્વાસે ઈન્દિરા ગાંધીને મજબૂર કર્યા અને તેમણે રાજેશ્વર પ્રસાદને ટિકિટ આપવાનું નક્કી કર્યું.
આ યુવાને નોકરીમાંથી રાજીનામું આપી રાજસ્થાનના ભરતપુરમાંથી લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. ચૂંટણી માટે ઉમેદવારી પત્ર આપવા ગયા ત્યારે કાર્યકર્તાઓએ આગ્રહ કર્યો કે તેમના નામમાં પાયલટ શબ્દને જોડવામાં આવે અને આ રીતે બની ગયા રાજેશ પાટલટ. (Rajesh Pilot)રાજેશ પાયલટે ભરતપુરના રાજઘરાનાના સભ્યને હરાવી ચૂંટણી જીતી અને સાંસદ અને પછી પ્રધાન બની એ જ બંગલામાં રહ્યા જ્યાં ક્યારેક તેમણે દૂધ વેચ્યું હતું.
રાજેશ પાટલટ(Rajesh Pilot) નો જન્મ 10મી ફેબ્રુઆરી, 1945ના રોજ થયો હતો. તેઓ ગુર્જર સમુદાયમાંથી આવતા હતા, પરંતુ તેમનું મૂળ ગામ ઉત્તર પ્રદેશનું (Uttar Pradesh)વેદપુરા છે. સૈનિક પિતાના આ સંતાન પર દસ વર્ષની ઉંમરે જ પરિવારની જવાબદારી આવી જ્યારે પિતાનું દેહાંત થયું. પાંચ જણના પરિવારનો ગુજારો કરવા તેઓ દિલ્હી (Delhi) પોતાના પિતરાઈને ત્યાં આવ્યા, જેમને દૂધની ડેરી હતી. તે વહેલી સવારે ભેંસ-ગાયનું દૂધ દોહતા અને આસપાસના સાંસદો અને પ્રધાનોના બંગલામાં વેચવા જતા. તે બાદ સ્કૂલે જતા. સાંજે આવતા ફરી દૂધ દેવા જતા અને રાત્રે ભણતા. આમ કરી તેઓ ભણતા ગયા. ગ્રેજ્યુએટ થયા અને પિતરાઈ ભાઈના પૂરા સપોર્ટ સાથે ઈન્ડિયન એર ફોર્સ જોઈન કરી પાયલટ બન્યા, સ્કવોર્ડન લીટર બન્યા અને 1971નું યુદ્ધ લડી મેડલ પણ મેળવ્યું. પણ પેલા બંગલા જાણે તેમની રાહ જોતા હશે તેમ તેમને રાજનીતિમાં આવવાનું મન થયું અને કૉંગ્રેસ પક્ષ તરફથી તેઓ લડયા અને જીત્યા. તે બાદ ઘણી ચૂંટમી જીતી અને
1991-1993 દરમિયાન ટેલિકૌમ મિનિસ્ટર અને 1993થી 1995 દરમિયાન સુરંક્ષણ પ્રધાન રહ્યા.
સરંક્ષણ પ્રધાનપદ હતું ત્યારે વિવાદાસ્પદ તાંત્રિક ચંદ્રાસ્વામીને (Chandraswami) તેમણે જેલ મોકલ્યા. મોટા મોટા નેતા જેમને નતમસ્તક થતાં તે ચંદ્રાસ્વામી સામે પગલાં લેતા સમયે તેમણે કહ્યું હતું કે ભલે મને જેલ થાય પણ આ ખેલ ખતમ થવો જોઈએ. જોકે પાયલટે પક્ષમાં પોતાનું કદ એટલું મોટું કરી નાખ્યું હતું કે અન્ય નેતાઓ તે સમયે તો ચુપ રહ્યા, પણ પાયલટ કૉંગ્રેસ અધ્યક્ષ ન બની શક્યા. તેમણે એકવાર સોનિયા ગાંધી (Sonia Gandhi) સામે લડવાની પણ જાહેરાત કરી દીધી હતી, તેમ મીડિયા અહેવાલો જણાવે છે. પોતે જે કહેતા તેના પર તે અડગ રહેતા. તેમને ખેડૂતોનો સાથ હતો. તેમના પર ઉગ્રવાદીઓએ જીવલેણ હુમલો પણ કર્યો. વર્ષ 2000માં પાયલટ પોતે જીપ ચલાવતા હતા અને રોડ એક્સિડન્ટમા માર્યા ગયા. તેમના પત્ની રમાદેવી પણ સાંસદ રહી ચૂક્યા છે અને પુત્ર સચિન પાયલટ (Sachin Pilot) કૉંગ્રેસના યુવા ચહેરામાં આગલી હરોળમાં છે. રાજેશ પાયલટ એક વાત કહેતા કે जब किसानो और मजदूरों के बच्चे पढ़ लिख कर उन कुर्सियों तक पहुचेंगे जहाँ से नीतियाँ बनती और क्रियान्वित होती है तब भारत का सही मायनों में विकास होगा . તેમણે એ કરી બતાવ્યું. પોતે ગામડાંમાંથી આવતા હતા અને જમીન સાથે જોડાયેલા રહ્યા અને દેશના સંચાલનમાં યોગદાન આપ્યું.
રાજકારણીઓ પ્રત્યે આપણને ઘણીવાર કારણ વિનાનો અણગમો હોય છે, પરંતુ તેમનો સંઘર્ષ પણ પ્રેરિત કરતો હોય છે.
રાજેશ પાયલટને તેમના જન્મદિવસે સ્મણાંજલિ