નાગાલેન્ડ સરકારના પ્રધાન અને ભાજપ નેતા તેમ્જેન ઈમ્ના અલોંગ(Temjen Imna Along) તેમના રમુજી સ્વભાવ અને મજેદાર નિવેદનોને કારણે વારંવાર હેડલાઈન્સમાં રહે છે, હવે તેમનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો તેમ્જેને પોતે તેના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે, વિડીયોમાં તેઓ તળાવના કાદવમાં ફસાઈ ગયેલા જોવા મળે છે.
લોકોએ તેમને ખેંચીને બહાર કાઢ્યા હતા. વીડિયોમાં, તેમ્જેન કહે છે, ‘આજે હું સૌથી મોટી માછલી છું…’ તળાવમાંથી બહાર આવ્યા પછી, તેમણે તેમના સાથીઓને પૂછ્યું, ‘મારી ખુરશી ક્યાં છે? આજે હું માછલી બની ગયો હતો.’
અલોંગ નાગાલેન્ડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલમાં રાજ્ય સરકારમાં પ્રવાસન અને ઉચ્ચ શિક્ષણ પ્રધાન છે. પોતાના X એકાઉન્ટ પર વિડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું, ‘આજે JCBનો ટેસ્ટ હતો! નોંધ: આ NCAP રેટિંગ વિશે છે, કાર ખરીદતા પહેલા NCAP રેટિંગ તપાસો. કારણ કે તે તમારા જીવનની બાબત છે!!’
આ પહેલીવાર નથી કે જ્યારે અલોંગે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું હોય, થોડા સમય પહેલા તેમનો નાની આંખો પરના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ લોકોએ તેની સેન્સ ઓફ હ્યુમરની ખૂબ પ્રશંસા કરી.
થોડા સમય પહેલા તેણે એક તસવીર શેર કરી હતી અને તેનું કેપ્શન રમુજી હતું. આ પોસ્ટમાં તેઓ પાંચ મહિલાઓ સાથે જોવા મળ્યા હતા. અલોંગે તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘જીવનમાં હંમેશા હસવું મહત્વપૂર્ણ છે! વૈસે તો મેં સખ્ત લોંડા હું, પર યહા મેં પીગલ ગયા
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને