વેપાર
કોપર અને બ્રાસ સહિતની અમુક ધાતુઓમાં નરમાઈ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા મજબૂત અન્ડરટોન તેમ જ ધાતુના અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં નવાં લ્યુનાર વર્ષની આજથી આગામી ૧૬ ફેબ્રુઆરી સુધી ઉજવણી થવાની હોવાથી ચીનની માગનો પણ વસવસો રહેતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાથી સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીને ટેકે ભાવમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. ૨૨ના ઉછાળાને બાદ કરતાં કોપર, બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૨નો ઘટાડો આગળ ધપ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.