સૌથી મોંઘી મીઠાઈના૯.૮૫ મિલિયન ડૉલર
ફોકસ -મનીષા પી. શાહ
મિઠાશ કે મીઠાઈ જેની નબળાઈ ન હોય એવા માણસ ભાગ્યે જ મળે. સૌથી મોંઘી મીઠાઈ કંઈ? ઘણાં રમૂજમાં કે કટાક્ષમાં જવાબ આપે કે કંસાર, એ કેટલામાં પડ્યો એ તો ખાનાર જ જાણે. અમુક હસીને ગોળધાણાનું નામ લે. આ તો સ્વાનુભવ કે મેણાટોણા થયા.
પરંતુ હકીકતમાં યાની સાચોસાચ વિશ્ર્વની સૌથી મોંઘી મીઠાઈ કંઈ એ જાણો છો? સ્ટ્રોબેરીઝ આર્નોડ. હા જિિંફૂબયિશિયત અક્ષિફીમ. એ ૯.૮૫ મિલિયન ડૉલર રૂપિયામાં કિંમત? આજના ભાવે ગણતરી કરી લો. એવા તે શું હીરા-મોતી જડ્યા હોય કે આ સ્ટ્રોબેરીઝ આર્નોડમાં. હીરા-મોતી તો નથી પણ ૨૪ કેરેટ સોના ઉપરાંત શ્રેષ્ઠતમ સ્ટ્રોબેરીઝ ઉ૫રાંત વ્હીપ્ડ્ ક્રીમ, વેનીલા આઈસક્રીમ, મોંઘાદાટ શેમ્પેઈન અને વાઈનનો ઉપયોગ થાય છે. હકીકતમાં આની કિંમત માટે સામગ્રી કરતાં વધુ જવાબદાર છે એનું બોક્સ. આ બોક્સમાં દશેક કેરેટના બ્લુ ડાયમંડની સગાઈની વિંટી સાથે આવે છે, જે વિશ્ર્વ વિખ્યાત એમ. એસ. રાઉ એન્ટીક્સ દ્વારા બનાવાય છે. સ્વાભાવિક છે કે અત્યંત ધનાઢ્યજનો સગાઈની વિધિ માટે આ મીઠાઈનો ઓર્ડર આપે ત્યારે બનાવીને મોકલાય છે. અને આપણા ભારતની સૌથી મોંઘી મીઠાઈ છે એક્જોટિકા. લખનઊના જાણીતા મીઠાઈ ઉત્પાદક દ્વારા બનાવાતી આ મીઠાઈનો એક કિલોનો ભાવ છે રૂા. ૫૦ હજાર. દુનિયાભરમાં અલગ-અલગ દેશમાંથી શ્રેષ્ઠ સામગ્રી મેળવીને આ મીઠાઈમાં વપરાય છે. આમાં મામરો બદામ, પાઈન નટ્સ, કેસર, બ્લુબેરી, મેકડેમિયા અને હેજલનટ મુખ્ય હોય છે. આપણી મીઠાઈ એ વિદેશીઓ માટે ડેઝટર્સ: વર્ષ ૨૦૨૪ના સૌથી મોંઘા ડેઝર્ટ તો ચાખીએ કે ન ચાખીએ પણ એના નામ અને ડૉલરમાં કિંમત તો જાણીએ.
મોંઘા ડેઝર્ટમાં સૌથી ટોચ પર છે સ્ટ્રોબેરીઝ આર્નોડ જેની વાત આપણે આગળ જાણી લીધી. કિંમત ૯.૮૫ મિલિયન ડૉલર.
બીજા ક્રમે છે ડાયમંડ ફ્રૂટકેક. કિંમત નંબર વન કરતાં ઘણી-ઘણી ઓછી, માત્ર ૧.૭૨ મિલિયન ડૉલર.
ત્રીજા નંબરે ધ એર્બ્સડીટી સન્ડે, કિંમત ૬૦ હજાર ડૉલર.
પછીના ક્રમે ધ લીન્ડેથ હોવ ક્ધટ્રી ચોકલેટ પુડિંગ (૩૪ હજાર ડૉલર), ફ્રોઝન હોંઉટ ચોકલેટ આઈસક્રીમ સન્ડે (૨૫ હજાર ડૉલર) ક્રીસ્પી ક્રિમ્સ લક્સ ડનોટ (૧,૬૮૫ ડૉલર), ધ ગોલ્ડન ફિનિક્સ કપ કેક (એક હજાર ડૉલર), ગૌલ્ડન ઓવ્યુલન્સ સન્ડે (એક હજાર ડૉલર), બીયોન્ડ ગારમુટ જેલી બિન્સ(પાંચસો ડૉલર) અને લા મેડેલીન ટ્રફલ (૨૫૦ ડૉલર).
આ બધું જાણીને એક વિચાર આવે કે આવા શાહી ડેઝર્ટ જેમને પરવડે એમનાં લંચ કે ડિનર કેટલા રૂપિયા કે ડૉલરના હશે?
સાથોસાથ ડેઝર્ટનો ઈતિહાસ પણ ટૂંકમાં જાણી લઈએ? ઈશુના જન્મના ત્રણ હજાર વર્ષ પહેલા આઈસક્રીમની શોધ થયાનું ગૂગલકાકા કહે છે. આનો શ્રેય ચીનાઓને જાય છે. ઓર્કિડ નામના ફૂલમાંથી વેનીલા બનાવાતો હતો. જેને મેક્સિકોના મૂળ નિવાસીઓએ લોકપ્રિય બનાવ્યો હતો. સેન્ટ્રલ અમેરિકા અને મેક્સિકોમાં ચોકલેટનો જન્મ થયો હતો. પણ ત્યારે એનો ઉપયોગ મસાલેદાર પીણામાં થતો હતો!
ઉપર લખેલી સૌથી મોટી મીઠાઈ બનાવવા પાછળનો ઉદૃ્ેશ શું? એ સંજોગમાં વેપાર કે ટર્ન ઓવરની ગુંજાયેશ બહુ ઓછી છે. આ ભાગ્યે જ કોઈને પરવડે એવી ડિશ બનાવવા પાછળ મુખ્ય આશય એ બનાવનારા શેફ, હોટલ કે મીઠાઈનાં ઉત્પાદકનો પોતાના પ્રમોશનનો કે ઉમદા કાર્ય માટે ભંડોળ ભેગું કરવાનો હોય છે.
આ મીઠી મીઠી વિગતો જાણીને મનમાં મીઠી ઈર્ષા જાગી ખરી?