વીક એન્ડ

૧૦ વર્ષ સુધીની જેલ અને એક કરોડનો દંડ એન્ટિ-ચીટિંગ બિલ પરીક્ષામાં ચોરી થતી રોકી શકશે?

પહેલી નજરે સૂચિત કાયદો જબરો કડક છે, પણ એના અમલ પર આ દૂષણ રોકવાનો આધાર છે

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

આમ જુઓ તો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રજૂ થયેલા ‘જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) વિધેયક-૨૦૨૪’ એ પ્રશ્ર્નપેપર ફોડી નાખવા કે પરીક્ષામાં અન્ય પ્રકારની છેતરપિંડી કરનારાઓમાં એક રીતે સોપો પાડી દીધો છે.

આ વિધાયક પરીક્ષાઓમાં ગેરવાજબી માધ્યમોના પ્રકારો સ્પષ્ટ કરે છે કે જે એકવાર લાગુ થયા પછી કાયદા દ્વારા શિક્ષાપાત્ર છે અને તેમાં સજા માટેના ગુનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એન્ટી-ચીટિંગ બિલ જણાવે છે કે ‘બિલનો ઉદ્દેશ્ય જાહેર પરીક્ષા પ્રણાલીઓમાં વધુ પારદર્શિતા, ન્યાયીતા અને વિશ્ર્વસનીયતા લાવવાનો અને યુવાનોને ખાતરી આપવાનો છે કે એમના પ્રામાણિક અને સાચા પ્રયાસોને યોગ્ય વળતર મળશે અને એમનું ભવિષ્ય સુરક્ષિત છે.’

આ બિલ હેઠળના ગુના જાહેર પરીક્ષા દરમિયાન જો પ્રશ્ર્નપત્ર અથવા આન્સર કી લીક થાય કે કોઈપણ અનધિકૃત વ્યક્તિ દ્વારા એક અથવા વધુ પ્રશ્ર્નોના ઉકેલો પૂરા પાડવાના પ્રયાસ થાય કે પરીક્ષામાં ઉમેદવારને કોઈપણ અનધિકૃત રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરે- ઉત્તરપત્રો સાથે ચેડાં કરે કે પછી કોમ્પ્યુટર નેટવર્ક અથવા કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડાં કરે, ઈત્યાદિ-ઈત્યાદિ જેવી છેતરપિંડી જેવા ગુનાઓ માટે સજારૂપે ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલની સજા થશે જે પાંચ વર્ષ સુધી વધી શકે છે અને દંડ જે દસ લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. દંડ ન ભરવાના કિસ્સામાં ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની જોગવાઈઓ અનુસાર વધારાની કેદની સજા આપવામાં આવશે…આ કાયદા અનુસાર ગુનેગારને ૧ કરોડ રૂપિયા સુધીના દંડ તથા ૧૦ વર્ષની સજા થઈ શકે છે. એટલું જ નહીં, ગુનેગાર પાસેથી પરીક્ષાનો પ્રમાણસર ખર્ચ પણ વસૂલવામાં આવશે…
હવે પાયાનો પ્રશ્ર્ન એ છે કે સજા પૂરતી છે, ખરી?

પરીક્ષાઓમાં છેતરપિંડી ગંભીર સમસ્યા તરીકે જોવામાં આવે છે અને તેને રોકવા માટે ઘણા આવકાર્ય પગલાં લેવામાં આવ્યાં છે, પરંતુ શું એકલા સજાથી સમસ્યાનો ઉકેલ આવી શકે ખરો ? શું સજા એ અંતિમ ઉકેલ છે?

આ પ્રશ્ર્નનાં મૂળ કારણોની તપાસ :
ચોરી-છેતરપિંડીનો અસરકારક રીતે સામનો કરવા માટે આપણે તેનાં મૂળ કારણો પર ધ્યાન આપવું જોઈએ. સામાજિક-આર્થિક અસમાનતા અને શૈક્ષણિક અસમાનતાઓના એક શોર્ટકટ તરીકે છેતરપિંડીનોય સમાવેશ થાય છે. જો કે સજા વ્યક્તિગત ભૂલોને લક્ષ્ય બનાવે છે, પણ પ્રણાલીગત સમસ્યાને સંબોધવામાં નિષ્ફળ જાય છે. અહીં એક સર્વગ્રાહી અભિગમની જરૂર છે, જે તમામ વિદ્યાર્થીને સમાન તક અને સમર્થન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે…

બીજા શબ્દોમાં એમ કહી શકાય કે આ સૂચિત કાયદા અને એના સખ્ત અમલથી ભવિષ્યમાં આપણે કદાચ મુન્નાભાઈઓ અને સર્કિટ જેવાની ટોળકીને અટકાવી શકીશું, પણ પરીક્ષામાં છેતરપિંડી એ સામાજિક અસમાનતા અને શૈક્ષણિક ખામીમાં રહેલો જટિલ મુદ્દો છે માટે સજા તેની જગ્યાએ છે પણ તે રામબાણ નથી. છેતરપિંડીનાં મૂળ કારણોને સંબોધીને – વ્યાપક ઉકેલનો અમલ કરીને- બધા માટે આપણે વધુ ન્યાયી અને વધુ સમાન શિક્ષણ પ્રણાલી તૈયાર કરવી પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ