આપણું ગુજરાત

સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે: ઊર્જા પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રહેણાંક વિસ્તારમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ૮૨ ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે, એવું વિધાનસભા ગૃહમાં ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં ઊર્જા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે હેતુથી ઑગસ્ટ ૨૦૧૯થી ‘સૂર્ય-ગુજરાત યોજના’ કાર્યરત છે. આ યોજનામાં વીજ ગ્રાહક પોતાના ઘરની છત ઉપર ૧ કિલોવોટથી મહત્તમ ૧૦ કિલોવોટની મર્યાદામાં સોલાર ફટોપ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ૩,૫૫૯ વીજ ગ્રાહકોને રૂ. ૧,૯૧૫ લાખની સબસિડી આપવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ૭,૨૮૦ વીજ ગ્રાહકોને રૂ. ૩,૩૭૧ લાખની સબસિડી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button