નેશનલ

Nirmala Sitaramanએ કેમ કહ્યું કે મારી હિન્દી પણ એન્ટરટેઈનિંગ છે, સાંભળી લો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં ચર્ચા માટે અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કરતી વખતે કોંગ્રેસ પાર્ટી પર નિશાન પર નિશાન સાધ્યા હતા. ગુરુવારે સંસદમાં 2004 થી 2014 સુધીના UPA સરકારના કાર્યકાળ દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ શ્વેતપત્ર યુપીએ સરકાર દરમિયાન ભારતની આર્થિક દુર્દશા અને અર્થવ્યવસ્થા પર તેની નકારાત્મક અસરોનું વિગતવાર વર્ણન કરે છે. નિર્મલા સીતારમણે Nirmala Sitaraman શુક્રવારે આ બિલ પર ચર્ચા દરમિયાન હંગામો મચાવનારા કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સભ્યો પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષી સાંસદો પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મારી હિન્દી પણ મનોરંજક છે, થોડું સાંભળી લો.

જ્યારે નાણામંત્રી સીતારમણ સંસદમાં શ્વેતપત્રની વિગતો રજૂ કરતી વખતે તત્કાલીન યુપીએ સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા હતા. કૉંગ્રેસ પર પ્રહાર કરતા નાણા પ્રધાને કહ્યું કે વિપક્ષી તેમની પાસે સાચું સાંભળવાની ક્ષમતા નથી. તેમ છતાં હું નહીં છોડું, હું મારા મનની વાત કરીશ.


જ્યારે નિર્મલા સીતારમણ શ્વેતપત્ર પર વિગતો રજૂ કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ગૃહમાં હાજર હતા. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને અન્ય સભ્યો નાણામંત્રીને તેમનાં ભાષણ દરમિયાન અટકાવી રહ્યા હતા. આના પર નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે હું હિન્દી અને અંગ્રેજી બંનેમાં બોલું છું. મારી હિન્દી પણ મનોરંજક છે. થોડું સાંભળો. આ સાથે તેમણે સોનિયા ગાંધીનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે તમારા ભૂતપૂર્વ અધ્યક્ષ બેઠાં છે અને તમારે તેમને પ્રભાવિત કરવા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી મૂળ ઈટલીના હોય તેમની હિન્દી પર પક્કડ મજબૂત નથી અને ઘણીવાર તેમની બોલવાની સ્ટાઈલ પર ટીપ્પણીઓ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button