આમચી મુંબઈ

ઉનાળા પહેલા કલ્યાણ-ડોંબિવલીના રહેવાસીઓ આ સમસ્યાથી પરેશાન…

મુંબઈઃ ઉનાળા પહેલા મુંબઈ સહિત પરાના વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકોને પરેશાની ભોગવવી પડે છે, ત્યારે તાજેતરમાં સેન્ટ્રલ લાઈનમાં થાણે, કલ્યાણ-ડોંબિવલીના લોકોને પાણી પૂરતું નહીં મળતા હાલાકી વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ડોંબિવલીના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવી રહ્યું હોવાથી, પૂરતું પાણી ન મળતા રહેવાસીઓ પરેશાન છે. ઘણા રહેવાસીઓ વેચાતું પાણી લાવીને ઉપયોગ કરી રહ્યા છે.

એમઆઇડીસી વિસ્તારમાં નવા આવાસ સંકુલો બની રહ્યા છે. આ વિસ્તારનો પાણી પુરવઠો જે તે વિસ્તારમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. અગાઉ આવી પાણીની અછતની સ્થિતિ નહોતી. રહેવાસીઓએ જણાવ્યું હતું કે નવા હાઉસિંગ કોમ્પ્લેક્સ આવ્યા ત્યારથી આ ચાલુ છે. જો અત્યારે આ સ્થિતિ રહી તો ઉનાળામાં આ સંખ્યા વધવાની આશંકા છે. એમઆઈડીસીનો પાણી પુરવઠો વધારવાની માંગણી માટે અરવિંદ ટીકેકર સહિત સાગર પાટીલે બુધવારે એમઆઇડીસી ડેપ્યુટી એન્જિનિયર આનંદ ગોગટે સાથે મુલાકાત લઈ માંગણી કરી હતી કે આ વિસ્તારમાં પાણી પુરવઠો પૂરતા પ્રેશરથી મળવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button