નેશનલ

આખરે PM Narendra Modiએ કેમ એ આઠ સાંસદોને આવી સજા સંભળાવી?

Prime Minister Narendra Modiની મૂવમેન્ટ એકદમ Unpredictable છે અને આ જ કારણ છે તેઓ કંઈકને કંઈક એવું કરીને લોકોના દિલી જીતી લેતાં હોય છે. આજે ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કંઈક એવું કર્યું હતું કે ફરી એક વખત તેઓ લાઈમલાઈટમાં આવી ગયા છે. વાત જાણે એમ છે કે પીએમ મોદીએ આઠ સાંસદોને એવી સજા સંભળાવી હતી કે તમે વિચારી પણ નહીં હોય.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની કેન્ટિનમાં વિવિધ દળના સાંસદો સાથે આજે લંચ લીધું હતું અને લંચ પ્લાનિંગ પહેલાં જ પીએમો દ્વારા આ આઠ સાંસદોને ફોન કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમને મળવા માંગે છે. પીએમઓમાંથી ફોન આવતાં જ આઠ સાંસદો પીએમઓ પહોંચ્યા હતા, પરંતુ આઠેયને આ વાતની જાણ નહોતી આખરે એમને અહીં કેમ બોલાવવામાં આવ્યા છે. આઠ સાંસદોને પોતાની સામે જોઈને તરત જ પીએમ મોદીએ જણાવ્યું હતું કે ચાલો આજે હું તમને એક સજા સંભળાવું છું…


આટલું કહીને પીએમ મોદી આઠ સાંસદોને લઈને સંસદની કેન્ટિનમાં લઈ ગયા હતા અને ત્યાં તેમની સાથે લંચ કર્યું હતું. હવે તમને થશે કે ભાઈ આખરે કોણ છે એ આઠ સાંસદ અને પીએમ મોદીએ કેમ તેમને આવી સજા સંભળાવી, બરાબર ને?


પીએમ મોદી સાથે લંચ કરનારા સાંસદોના નામ અનુક્રમે એલ. મુરુગન, રિતેશ પાંડે, હીના ગાવિત, કોનિયાક, એન. પ્રેમચંદ્રન, સમિત પાત્રા, રામ મોહન નાયડુ અને જામયાંગ સેરિંગ નામગ્યાલ છે. આ આઠેય સાંસદો એક કલાક સુધી પીએમ મોદી સાથે કેન્ટિનમાં રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ એમના અનુભવો વિશે પૂછ્યું તો તેમણે પીએમ મોદી પોતાનો અનુભવ અને સૂચનો શેર કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન કોઈ પણ રાજકીય ચર્ચા નથી થઈ.


પીએમ મોદીએ સાંસદો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હું પણ એક સામાન્ય માણસ જ છું. હંમેશા જ વડા પ્રધાનની જેમ નથી રહેચો અને હું પણ લોકો સાથે વાતચીત કરું છું. આજે મને મન થયું કે તમારી લોકો સાથે ચર્ચા કરું અને લંચ કરું. આ જ કારણે મેં તમને બધાને અહીં બોલાવ્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button