મનોરંજન

Jaya Bachchanએ કેમ કહ્યું I’m Sorry? જાણો અહીંયા…

Bollywood Actress And Politician Jaya Bachchan હંમેશા તેમના ગુસ્સા કે રોષને કારણે લાઈમલાઈટમાં રહે છે અને હાલમાં જ સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચને પોતાને કેમ ગુસ્સો આવે છે? આ અઠવાડિયે ચાલી રહેલાં બજેટ સેશન દરમિયાન રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ પર કરેલા કટાક્ષને કારણે જયા બચ્ચન લાઈમલાઈટમાં આવ્યા હતા. હવે જયા બચ્ચનને પોતાની ફેરવેલ સ્પીચમાં જયા બચ્ચને સદનના તમામ સભ્યો પાસેથી માંફી માંગી હતી.

જયા બચ્ચને પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે હું ગુસ્સાવાળી છું, પણ મારો હેતુ કોઈને પણ ઠેસ પહોંચાડવાનો નહોતો. લોકો મને હંમેશા પૂછે છેમને ગુસ્સો કેમ આવે છે. આ મારો સ્વભાવ છે અને હું મારી જાતને ચેન્જ કરી શકું એમ નથી. જો મને કોઈ વાત પસંદ નથી આવતી કે હું એની સાથે સહેમત નથી થતી તો હું મારી જાત પરથી નિયંત્રણ ખોઈ બેસું છું.


જયા બચ્ચને આગળ એવું પણ જણાવ્યું હતું કે જો મેં તમારામાંથી કોઈ સાથે અનુચિત વર્તન કર્યું હોય કે પર્સનલ એટેક કર્યો હોય તો હું માફી માંગુ છું. તેમણે એવું પણ કહ્યું હતું કે જો મારા શબ્દથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. અહીંયા તમારી જાણ માટે કે રાજ્યસભામાં જે 68 સદસ્યોનો કાર્યકાળ ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે પૂર્ણ થવા જઈ રહ્યો છે એમાં જયા બચ્ચનનો સમાવેશ પણ થાય છે.


જયા બચ્ચને સદનમાં પોતાના 20 વર્ષોના અનુભવોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે 20 વર્ષ એ જીવનનો લાંબા સમય છે અને મને અનેક ખાટામીઠ્ઠા અનુભવો થયા છે. સૌથી સારો અનુભવ એ હતો કે મારો પરિવાર ખૂબ જ મોટો થઈ ગયો છે. મને મારા સહયોગી હંમેશા પૂછે છે કે હું આટલો ગુસ્સો કેમ કરું છું? હું શું કરું, મારો સ્વભાવ જ આવો છે. જે વાત મને ખોટી લાગે છે એ હું સહન નથી કરી શકતી અને બોલી દઉં છું. જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું છે તો હું માફી માંગું છું.


ઉલ્લેખનીય છે કે રાજ્યસભાથી વિદા થનારા સભ્યોના યોગદાનને યાદ કરીને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ કહ્યું હતું તે સાંસદો દ્વારા શેર કરવામાં આવેલું નોલજ મને હંમેશા યાદ રહેશે અને એમના જવાને કારણે એક ખાલીપણું રહેશે. અહીંયા તમારી જાણ માટે મંગળવારે ધનખડ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપતા જયા બચ્ચને જણાવ્યું હતું કે જો સદસ્યોને મુદ્દો સમજાવવામાં આવ્યો હોત તો તે સમજી ગયા હો અને તેઓ સ્કુલમાં ભણતા બાળકો નથી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે સાંસદો સાથે સન્માનથી વર્તવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button