મનોરંજન

પત્ની શૂરા ખાનની ઉંમરને લઈને શું કહ્યું Arbaaz Khan?

Bollywood Star Arbaaz Khan પોતાની પર્સનલ લાઈફને સતત લાઈમલાઈટમાં રહે છે. ડિસેમ્બર મહિનામાં જ અરબાઝ ખાને શૂરા ખાન સાથે બીજી વખતના લગ્ન કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. પરંતુ ત્યારથી જ શૂરા અને અરબાઝની એજ ગેપને લઈને જાત જાતની ચર્ચા ચાલી રહી છે.

શૂરા અરબાઝથી 25 વર્ષ નાની છે. 56 વર્ષના અરબાઝે પોતાનાથી 25 વર્ષ નાની શૂરા સાથે લગ્ન કર્યા એ લોકોને ખાસ કંઈ પસંદ નથી આવ્યું લાગતું, કારણ કે લગ્ન બાદથી જ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ હવે અરબાઝે ટ્રોલર્સની વાતોનો જવાબ આપ્યો છે.


એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં અરબાઝ ખાને જણાવ્યું હતું કે મેં અને શૂરાએ ઉતાવળમાં લગ્ન કરવાનો નિર્ણય નથી લીધો. બધી વસ્તુઓ અને વાતને ધ્યાનમાં લઈને જ લગ્ન કર્યા છે. 2022માં પટના શુક્લાના સેટ પર પહેલી વખત હું અને શૂરા મળ્યા હતા. ફિલ્મની શૂટિંગ પૂરી થયા બાદ પણ અમે લોકો મળવા લાગ્યા.


આગળ ઈન્ટરવ્યુમાં અરબાઝે જણાવ્યું હતું કે મેં અને શૂરાએ બે વર્ષ સુધી સિક્રેટ ડેટિંગ પણ કર્યું છે. અમે નહોતા ઈચ્છતા કે અમારી રિલેશનશિપ પબ્લિક થઈ જાય. એક બીજાને સારી રીતે સમજ્યા બાદ જ અમે લોકોએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મને ખબર છે કે મારી પત્ની મારાથી ઉંમરમાં નાની છે પણ એવું પણ નથી કે તે 16 વર્ષની જ છે. તે જાણે છે કે તેને લાઈમાં શું જોઈએ છે અને મને પણ ખબર છે કે મને લાઈફમાં શું જોઈએ છે.


અરબાઝે આગળ જણાવ્યું હતું કે અમે એક વર્ષ તો એ જ વિચારવામાં પસાર કર્યું હતું કે અમને લાઈફમાં શું જોઈએ છેસ, અમારું ફ્યૂચર કેવું હશે, અમે એકબીજા પાસેથી શું ઈચ્છીએ છીએ. સક્સેસફૂલ રિલેશનશિપનું ઉંમર સાથે કંઈ જ લેવા દેવા નથી હોતું.


અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝ અને શૂરા અવારનવાર એકબીજા સાથે જોવા મળે છે પેપ્ઝ સામે પણ પોતાની લાગણી અને પ્રેમ ખૂલીને વ્યક્ત કરતાં હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button