… તો આ કારણે Abhishek Ghosalkar અને Mauris Noronha વચ્ચે હતી અટંસ? Ex. Wifeએ કર્યો ખુલાસો!
Abhishek Ghosalkar Shot Dead By Mauris Noronhaમામલામાં હવે નવો વળાંક આવ્યો છે. હત્યારા મોરિસભાઈની એક્સ વાઈફે મોરિસ અને અભિષેક વચ્ચે ચાલી રહેલી અટંસ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી આ હત્યાકાંડ મામલે એવું કહેવાઈ રહ્યું હતું અંગત અદાવતને કારણે મોરિસે અભિષેક પર ગોળીબાર કરીને તેની હત્યા કરી નાખી હતી.
હવે મોરિસની ડિવોર્સી વાઈફે આ હત્યાકાંડ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મોરિસની વાઈફે જણાવ્યું હતું કે બળાત્કારના ગુનામાં મોરિસ સાડાચાર મહિના જેલમાં હતો અને જ્યારથી તે જામીન પર છુટીને આવ્યો હતો ત્યારથી તે હું અભિષેકને નહીં છોડું, એને મારી નાખીશ એવું કહેતો હતો. અભિષેકને કારણે જ પોતે બળાત્કારના કેસમાં ફસાયો હોવાનો ગુસ્સો મોરિસના વર્તનમાં જોવા મળતો હતો.
આ સિવાય મોરિસની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પણ લોકોથી છૂપી નહોતી. રાજકારણમાં પ્રવેશવાની તેની ઈચ્છા હતી. સ્થાનિક તમામ પક્ષના નેતાઓ સાથે મોરિસના સારા સંબંધો હતો. તે આગામી મુંબઈ મહાનગરપાલિકાનવી ચૂંટણી લડવાનો હતો અને ઠેક-ઠેકાણે પોસ્ટર પર તેના ફોટા પણ જોવા મળતાં હતા. મોરિસ ચૂંટણી લડવાનો છે એ વાતથી જ અભિષેક અસ્વસ્થ થઈ ગયો હતો અને તેની અંદર અસુરક્ષિતતાની લાગણી જોવા મળી રહી હતી. બંને વચ્ચે રાજકીય અંટસ પણ એકદમ દેખીતી હતી એવું સ્થાનિકોનું કહેવું છે.
એક તરફ રાજકારણમાં પ્રવેશવા માટેનો સંઘર્ષ અને બીજી બાજું એલઆઈસી કોલોનીમાં થયેલાં કામનું શ્રેય લેવા બાબતે મોરિસ અને અભિષેક વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. પરંતુ નવા વર્ષ નિમિત્તે પરિસરમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં બંનેના ફોટો સાથે જોવા મળતાં બંને વચ્ચે બધુ બરાબર થઈ ગયું હોવાની ચર્ચા પણ લોકોમાં ચાલી રહી છે. આ બેનર જોઈને લોકોને આશ્ચર્ય પણ થયું હતું. દરમિયાન ગુરુવારે ફેસબુક લાઈવ દરમિયાન મોરિસે અભિષેક પર ફાયરિંગ કરીને તેની હત્યા કરી હતી અને મોરિસે પણ ખુદ આત્મહત્યા કરી હતી.