Esha Deolની આ વાતથી પરેશાન હતો પતિ, Hema Maliniએ ઘર તૂટતું બચાવવા આપી ટિપ્સ…
અત્યારે બી-ટાઉનમાં જ્યાં જુઓ ત્યાં બસ Esha Deol And Bharat Takhtaniના છુટાછેડાની વાતો જ ચાલી રહી છે. 12 વર્ષ લાંબા લગ્ન જીવનમાં પડેલાં ભંગાણની વાતથી સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન હવે બંનેનો એક જૂનો ઈન્ટરવ્યૂ હાલમાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઈશા દેઓલે તેને કઈ વાતથી તકલીફ થઈ રહી છે ખૂલીને જણાવ્યું હતું. ઈશાએ જણાવ્યું હતું ભરત તેની કઈ વાતથી કંટાળ્યો હતો અને એને તકલીફ થઈ રહી છે. આ ઈન્ટરવ્યુમાં ભરત તખ્તાની પણ હાજર હતા. ભરતે ઈશાને આ ઈન્ટરવ્યુમાં ઘરેલું ગણાવી હતી, જોકે બાદમાં તેણે એના વખાણ પણ કર્યા હતા.
ભરત અને ઈશાનો આ ઈન્ટરવ્યૂ દસ વર્ષ જૂનો છે, જેમાં ઈશા કહી રહી છે કે તેની હાલત ફિલ્મ સત્તે પે સત્તાની હેમા માલિની જેવી છે, જેને સાત દિયર છે. આ જ ઈન્ટરવ્યુમાં ઈશાએ આ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે ભરત સતત તેના વધી રહેલાં વજનને કારણે પરેશાન છે. તે નથી ઈચ્છતો કે ઈશાનું વજન વધે અને આ માટે બંને જણે યોગા ક્લાસીસ પણ જોઈન્ટ કર્યા હતા. એટલું જ નહીં મમ્મી હેમા માલિનીએ પણ તેને આ માટે ઘણી બધી ટિપ્સ આપી હતી, જેમાં સવારે જલદી ઉઠવું, સાસુની મદદ કરવી અને ડાન્સ પ્રેક્ટિસ ચાલુ રાખવા જેવી ટિપ્સનો સમાવેશ થાય છે.
આ ઈન્ટરવ્યુમાં ભરત પણ હાજર હતો અને પોતાની પત્ની ઈશા વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ઈશા એકદમ ઘરેલુ ટાઈપની છે અને તે પોતાની જાતને પોતાના ઘરનો મોટો દીકરો સમજે છે. પરંતુ એની સાથે સાથે જે પોતાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. ભરતે એવું પણ કહ્યું હતું કે ઈશા એકદમ ફૂડી છે, પણ તેને ખાવાનું બનાવતા નથી આવડતું, પર મને ગમતી ડિશ બનાવવાનું ઈશાએ શીખી લીધું છે.