… તો આ કારણે અયોધ્યાના રામ મંદિરમાં માતા સીતા નથી, BJPના રાજ્યસભાના સાંસદે કર્યો ખુલાસો!
![Champat Rai rejected the priest's claim of dripping water in Ram Mandir](/wp-content/uploads/2024/01/Ram-Mandir-3.webp)
નવી દિલ્હીઃ 500 વર્ષના લાંબા ઈન્તેજાર બાદ આખરે 2024ની 22મી જાન્યુઆરી, 2024ના રામ લલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારથી જ લોકોને એવો સવાલ થઈ રહ્યો છે કે અયોધ્યાના આ રામ મંદિરમાં ભગવાન રામ સાથે દેવી સીતા કેમ સાથે નથી દેખાઈ રહ્યા કે કેમ એમનું નામ પણ નથી? આ અઠવાડિયાની શરૂઆતમાં જ BJPના રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આનો જવાબ આપ્યો હતો. આ જવાબ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.
સુધાંશુ ત્રિવેદીએ આ પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું કે આ રામ મંદિરમાં પાંચ વર્ષના બાળ રામ લલ્લાની સ્થાપના કરવામાં આવી છે એટલે તેઓ એકલા છે.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અયોધ્યા એ ભગવાન રામની જન્મભૂમિ છે અને જ્યાં રાજા રામજી બિરાજમાન થશે ત્યાં માતા સીતા પણ ચોક્ક્સ હશે જ.હમણાં રામ લલ્લા છે તો જય શ્રી રામ જ બોલવામાં આવશે.
તેમણે પોતાના નિવેદનમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે દુનિયામાં બીજી કોઈ એવી સંસ્કૃતિ નથી કે જે દેવતત્વમાં સ્ત્રીઓને પણ સ્થાન આપતી હોય. આવું માત્રને માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ છે. ભારતીય સંસ્કૃતિમાં આપણે સિયારામ પણ કહીએ છીએ, રાધે શ્યામ પણ કહીએ છીએ અને ગૌરીશંકર પણ બોલીએ છીએ…
આગળ તેમણે એવું પણ કહ્યું હતું કે જ્યારે રામ મંદિર માટે આંદોલન થઈ રહ્યું હતું ત્યારે અમે લોકો બંનેને યાદ કરતા હતા. મને યાદ છે હું એ સમયે બાળક હતો અને અમે લોકો કહેતા હતા કે જન જન કે મન મેં રામ રમે, પ્રાણ પ્રાણ મેં સીતા હૈ… અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યાનું રામ મંદિર જ્યારથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં લાખો શ્રધ્ધાળુઓ રામ લલ્લાના દર્શનાર્થે ઉમટી પડ્યા છે અને કરોડો રૂપિયાનું દાન પણ ટ્રસ્ટને મળી ચૂક્યું છે.
500 વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ આખરે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીના સંપન્ન થયો હતો અને મોટી સંખ્યામાં સેલેબ્સ, સાધુ સંતો, ઉદ્યોગપતિ અને રાજકારણીઓએ આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.