નેશનલ

Good News: પ્લેનમાં બેસવું થશે સસ્તું! એરલાઈન કંપનીઓની મનમાની પર આવશે અંકુશ! જાણો કઈ રીતે?

નવી દિલ્હી: ભાગદોડ ભરી લાઇફસ્ટાઇલમાં અત્યારે બધાને બધુ ઝડપી જોઈએ છે અને બધે ઝડપી પહોંચવું છે. તેવામાં લોકો ઈમરજન્સી કે લાંબા અંતરની મુસાફરી માટે હવાઈ યાત્રા કરતાં હોય છે. પરંતુ હવાઈ ​​ભાડાં વધવાથી મુસાફરો પરેશાન થઈ રહ્યાં છે જેની સરકારી સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાદની વચ્ચે સંસદીય સમિતિએ ગુરુવારે ચોક્કસ રૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કમિટીએ એર ટિકિટના ભાવને કંટ્રોલ કરવા માટે એક અલગ યુનિટ સ્થાપવાની પણ દરખાસ્ત કરી છે.

Air Tickets પર સિવિલ એવિએશન મંત્રાલયના જવાબો પર વિચાર કર્યા પછી, સમિતિએ કહ્યું કે એરલાઈન્સ દ્વારા ટિકિટના ભાવનું સેલ્ફ રેગુલેશન અસરકારક રહ્યું નથી. હાલમાં, હવાઈ ભાડું ન તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે કે ન તો તેને કંટ્રોલ કરવામાં આવે છે.

અગાઉ સમાચાર આવ્યા હતા કે ઉનાળાના વેકેશન દરમિયાન ફ્લાઈટની ટિકિટ મોંઘી થઈ શકે છે, તેથી વધુ સારી ઑફર્સ અને ડીલ્સની રાહ જોવાને બદલે હવે બુક કરાવવું વધુ સારું રહેશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એરલાઇનના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે આ ઉનાળામાં મુસાફરોનો ધસારો હશે પરંતુ ફ્લાઇટ્સની સંખ્યા વધેલી માંગ સાથે મેળ ખાતી નથી, જેના કારણે કેરિયર્સ દ્વારા છેલ્લી ઘડીએ વધારાનું વેચાણ નહીં થાય તેની ખાતરી કરવામાં આવશે.

ટ્રાન્સપોર્ટેશન, ટુરિઝમ, અને કલ્ચર પર ગઠિત થયેલી સમિતિએ હવાઈ ભાડા નક્કી કરવાના મેદદે પોતાના અભિપ્રાયો પર સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર રિપોર્ટ રજૂ કર્યો હતો. સમિતિએ અહેવાલમાં જણાવ્યું હતું કે આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં ખાસ કરીને તહેવારો અથવા રજાઓ દરમિયાન હવાઈ ભાડામાં અસાધારણ વધારો થયો છે.

સમિતિનો અભિપ્રાય છે કે એરલાઇન્સનું સેલ્ફ રેગુલેશન અસરકારક રહ્યું નથી. એવી ભલામણ પણ કરવામાં આવી છે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને હવાઈ ભાડાંનું નિયમન કરવા માટે સશક્ત બનાવવા માટે એક મિકેનિઝમ વિકસાવી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button