મનોરંજન

PM Narendra Modiને કારણે Rakul-Jackky ગોવામાં લગ્ન કરશે…

બી ટાઉનની મોસ્ટ બ્યુટીફુલ એક્ટ્રેસ રકુલ પ્રીત અને ઍક્ટર જેકી ભગનાની તેમના લગ્નને કારણે લાઈમલાઈટમાં છે અને હવે તેમના લગ્નને લઈને જ મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. રકુલ અને જેકી બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આખરે બંને જણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, જેને કારણે બંનેના ફેન્સ એકદમ મોજમાં આવી ગયા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે પહેલાં રકુલ અને જેકીએ હવે પોતાનું વેડિંગ વેન્યુ બદલવાનો નિર્ણય લીધો છે અને આવું કરવાનું કારણ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી… જી હા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલને કારણે જ કપલ ગોવામાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આ પહેલાં કપલ મિડલ ઇસ્ટમાં કોઈ જગ્યા પર લગ્ન કરવાનું પ્લાનિંગ કર્યું હતું પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને કારણે આ કપલે પોતાનાં વિચારો બદલી નાખ્યા હતા અને વેન્યુમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. હવે કપલે લગ્ન માટે વેડિંગ વેન્યુ તરીકે ગોવાની જ પસંદગી કેમ કરી એ વિશે વાત કરીએ તો રકુલ અને જેકીનું ગોવા સાથે એકદમ સ્પેશિયલ કનેક્શન છે અને એટલે જ કપલે આ નિર્ણય લીધો છે. આવો જોઈએ શું છે આ ખાસ કનેક્શન…

વાત જાણે એમ છે કે રકુલ અને જેકીના સંબંધની વાત કરીએ તો બંનેના રિલેશનની શરુઆત લોકડાઉનમાં થઈ હતી અને બંને જણ એક સાથે ખૂબ જ ફરતા હતા. આ જ રીતે ફરતાં ફરતાં બંને જણ ગોવા પણ ગયા હતા અને અહીં જ તેમનો પ્રેમ ફૂલ્યો ફાલ્યો હતો. આ જ કારણસર બંને જણે પોતાના લગ્નના દિવસને વધુ યાદગાર બનાવવા માટે ગોવામાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ જ મહિનાની 21મી તારીખે રકુલ અને જેકી લગ્નબંધનમાં બંધાઈ જશે અને હંમેશ માટે એકબીજાના થઈ જશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ ભલે હાલમાં લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હોય પણ તે આ વર્ષે ફિલ્મ મેરી પત્નીની રિમેકમાં કામ કરતી જોવા મળશે. આ પહેલાં તે છત્રીવાલી અને આઈ લવ યુ જેવી ફિલ્મોમાં જોવા મળી હોત. ફેન્સ આતુરતાપૂર્વક તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button