હનીમૂન પરથી પાછા ફરી Ira Khanએ કર્યું કંઈ એવું કે… વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડ એક્ટર આમિર ખાન અને એની દીકરી ઈરા ખાન છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એકદમ લાઈમલાઈટમાં છે. 2024ની શરૂઆતમાં ઈરા ખાને પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ને સેલેબ્સથી લઈને તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. બે લગ્ન અને એક ગ્રાન્ડ રિસેપ્શન બાદ આ નવા નવા વરઘોડિયા હનીમૂન પર દયા ગયા. હનીમૂન પરથી પણ ઈરાએ સુંદર રોમેન્ટિક ફોટો શેર કર્યા હતા.
ઈન્ડોનેશિયમાં નૂપુર અને ઈરાએ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો અને હવે બંને જણ પાછા મુંબઈ આવી ગયા છે. પરંતુ મુંબઈ આવતા જ ઈરાએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તે ફરી એક વખચ ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી. ઈરા મુંબઈમાં સ્પોટ થઈ હતી અને એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો જેમાં ઈરા ખાનના લૂકને જોઈને લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ઈરા ખાનના વીડિયો વિશે વાત કરીએ તો લગ્નના એક મહિના બાદ ઈરાને એ જ પોતાના જૂનાને જાણીતા અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. કેટલાક લોકોને ઈરા કેઝ્યુઅલ લૂકમાં એકદમ ક્યૂટ અને વ્હાલી લાગી રહી છે તો વળી કેટલાક લોકો એવા પણ છે કે જેમણે ઈરાના આ લૂકને કારણે તેને ટ્રોલ પણ કરી હતી.
ટ્રોલર્સ ઈરાના આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ તેની ડ્રેસિંગ સેન્સ પર સવાલ ઉઠાવી રહ્યું છે તો કોઈ એની ચંપલને લઈને પણ તેની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે શું બકવાસ ડ્રેસિંગ સેન્સ છે તો વળી એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે લગ્ન થઈ ગયા પણ આ મોટી નથી થવાની…
અત્રે ઉલ્લેખનીય છે કે ઈરા ખાન પહેલી વખત ટ્રોલર્સના નિશાના પર નથી આવી. આ પહેલાં તે અનેક વખત ટ્રોલિંગનો શિકાર બની ચૂકી છે, પણ તેને આ ટ્રોલિંગથી ખાસ કોઈ ફરક પડી રહ્યો હોય એવું નથી લાગી રહ્યું…