Bharuch: દરિયામાંથી મળ્યું શિવલિંગ! માછીમારી કરતાં લોકો મહા મહેનતે લાવ્યા કિનારે
ભરુચ: ગુજરાતના દરિયામાંથી શિવલિંગ જેવા દેખાતા સ્ફટિક મળ્યાના સમાચારે ભારે ચર્ચા જગાવી છે. જેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે. (Shivling found in sea Gujarat) શિવલિંગ જેવા ભારી ભરખમ પદાર્થને માછીમારો જ્યારે દરિયાકિનારે લાવ્યા ત્યારે, મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમાર ભાઈઓની જાળમા આ શિવલિંગ ફસાયાનું બહાર આવ્યું છે.
કાવી ગામના 12 જેટલા માછીમાર ભાઈઓ દરિયામાં ધનકા તીર્થ પાસે નાંખેલી જાળામાંથી માછલી કાઢવા ગયા હતા. માછલીઓ સાથે આ વજનદાર લીસ્સો પત્થર પણ ફસાઈ ગયો હતો. જેને માછીમારો શિવલિંગ સાથે સરખાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પત્થર ભરતીમાં તરતો હતો અને પાણી ઓસરતા આ પત્થર એક બે જાણથી ઊંચકી પણ ન શકાય અને આશરે 100 કિલો જેટલો વજનદાર હોવાનું જણાયું હતું.
મહા મહેનતે માછીમાર ભાઈઓ તેને બહાર કિનારે લાવ્યા હતા અને જ્યારે તેને સાફ કરવામાં આવ્યો ત્યારે તેઓના પ્રમાણે શંખ અને નાની મૂર્તિઓ સહિતનું સ્ફટિકનું શિવલિંગ હોવાનું જણાયું હતું. જેને નિહાળવા લોકો દરિયા કિનારે ટોળે વળ્યા હતા.