નેશનલ

સીએમ યોગીએ કાશી-મથુરાનો એજન્ડા નક્કી કરતા કહ્યું કે હું સોયની અણી જેટલી પણ જગ્યા નહિ આપું…..

લખનઉ: મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 7 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં આગામી લોકસભા ચૂંટણી માટે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હેઠળ અયોધ્યા તેમજ કાશી અને મથુરાનો એજન્ડા રજૂ કર્યો હતો. તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે જે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને પાંડવો માટે પાંચ ગામો માંગ્યા હતા, તેવી જ રીતે અમે માત્ર ત્રણ સ્થાનો અયોધ્યા, મથુરા, કાશીજ માંગીએ છીએ કારણકે આ ત્રણેય ભગવાનના અવતારની ભૂમિ છે, પરંતુ તેમાં ઘણા લોકોને રાજકારણ કરવું હતું અને તેના કારણે મોટો વિવાદ પણ સર્જાયો છે.

વિપક્ષને આડે હાથ લેતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ત્યારે પણ દુર્યોધને કહ્યું હતું કે જો હું સોયની અણી જેટલી પણ જગ્યા નહિ આપું અને તેના કારણે જ મહાભારત થયું હતું. અહીં પણ વોટબેંક માટે આપણી સંસ્કૃતિ અને આસ્થાને કચડી રહ્યા છીએ. અયોધ્યા અને મહાભારત વચ્ચેની સમાનતાનો ઉલ્લેખ કરતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે અગાઉની સરકારોએ અયોધ્યા શહેરને નિયંત્રણો અને કર્ફ્યુ હેઠળ રાખ્યું હતું. અયોધ્યા સાથે અન્યાય થયો છે. જો આપણને પાંચ હજાર વર્ષ પહેલાની ઘટના યાદ હોય તો કૃષ્ણએ માત્ર પાંચ ગામ માંગ્યા હતા.


અયોધ્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ દુનિયાની પહેલી ઘટના છે જ્યાં ભગવાને પોતે પોતાના અસ્તિત્વના પુરાવા એકત્રિત કરવા પડ્યા હતા. અને અયોધ્યામાં પણ પહેલીવાર એવું જોવા મળ્યું કે બહુમતી સમાજે જાહેરમાં આસ્થા માટે ભીખ માંગવી પડી હતી, પરંતુ હવે જ્યારે લોકોએ અયોધ્યાનો ઉત્સવ જોયો છે ત્યારે હવે કાશી કેમ બાકી રહે. અને ભગવાન કૃષ્ણના જન્મસ્થળ માટે પણ ક્યાં સુધી લડવાનું?


આ ઉપરાંત તેમણે રામ મંદિરનો વિરોધ કરવા બદલ વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી અને વિપક્ષના નેતા અખિલેશ યાદવ પર પણ પ્રહારો કર્યા હતા.


આ ઉપરાંત કાશી અને મથુરાના વિકાસમાં કેમ રોક લગાવવામાં આવી તે પૂછતા તેમણે કહ્યું હતું કે અમે માનીએ છીએ કે મંદિરનો વિવાદ કોર્ટમાં હતો, પરંતુ ત્યાંના રસ્તા પહોળા કરી શકાયા હોત. વીજળી, સ્વચ્છતા અને આરોગ્ય પર ધ્યાન આપી શકાયું હોત. પરંતુ એકપણ કામ થયા નથી તો કયા ઈરાદાથી આ વિકાસ કામો અટકાવવામાં આવ્યા હતા? કાશી અને મથુરાના વિકાસને અવરોધવા પાછળનો હેતુ શું હતો? વિવાદ એક ચોક્કસ સ્થળનો હતો, પરંતુ ત્યાંના લોકો ત્યાં આવનારા લોકોને પ્રાથમિક સુવિધાઓથી કેમ વંચિત રાખવામાં આવ્યા. અહી આ મુદ્દો ઈરાદાનો છે. અમારી શ્રદ્ધા સ્પષ્ટ હતી, અમારી નીતિ સ્પષ્ટ હતી અને અમારા ઇરાદા પણ સ્પષ્ટ હતા. રોકાયા વિના, ડગ્યા વિના, નમ્યા વિના, અમે અયોધ્યા માટે લડ્યા હતા અને હવે કાશી અને મથુરા માટે પણ લડીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button