સ્પોર્ટસ

Happy Birthday: Dhoni પહેલા હેલિકોપ્ટર શૉટ આમના બેટમાંથી નીકળતા હતા

આમ જુઓ તો ક્રિકેટ (cricket)ની ટર્મિનોલોજીમાં હેલિકોપ્ટર શૉટ જેવો શબ્દ નથી, પણ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમ એસ ધોની (Dhoni) જે રીતે આખું બેટ ઘુમાવી શૉટ મારે છે તેને જોઈ તેને નવું નામ આપવામાં આવ્યું. ધોની આના માસ્ટર છે અને ધોનીના આ શૉટ પર ફેન્સ ફીદા છે ત્યારે તમને ખાસ જણાવી દઈએ કે આ શૉટ ધોની પહેલા પણ કોઈ મારતું હતું અને તે પણ ભારતીય ટીમના ખૂબ જ સફળ કેપ્ટન રહી ચૂક્યા છે. આજે તેમનો બર્થ ડે છે અને તેમનું નામ છે મોહંમદ અઝહરુદીન (Mohammad Azaharuddin). ક્રિકેટરસિયાઓની ટીવી પરથી નજર હટતી નહીં જ્યારે અઝહર (Azhar) મેદાનમાં હોય. મેચ રમવી અને જીતવી એક વાત અને અઝહરને બેટિંગ કે ફિલ્ડિંગ કરતો જોવો બીજી વાત.

તે લેગ સ્લાઇડમાં તેના ફ્લિક શોટ હોય કે ઓફ સાઈડમાં તેના કટ હોય. બધું કાંડાના જોરે તે કરતો. જો તક મળે તો તે સ્લોગ શોટ પણ મારશે. સાઉથ આફ્રિકા સામેની મેટમાં તેણે હેલિકોપ્ટર શોટ ફટકારી સૌને જલસા કરાવી દીધા હતા.
સતત ત્રણ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હોય તેવા એક માત્ર ખેલાડી અઝહરનો જન્મ 8 ફેબ્રઆુરી, 1963માં થયો હતો.
અઝહરની ત્રણેય સદી 31 ડિસેમ્બર 1984થી 31 જાન્યુઆરી 1985 દરમિયાન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ (Test match)માં આવી હતી. અઝહરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પોતાની ડેબ્યૂ ઈનિંગમાં 110 રન બનાવ્યા હતા. તેને બીજી ઇનિંગમાં બેટિંગ કરવાની તક મળી ન હતી.

Mohammad Azharuddin with former Indian captain Sourav Ganguly

બીજી ટેસ્ટ ચેન્નાઈમાં થઈ હતી, જ્યાં તેણે પ્રથમ દાવમાં 48 રન અને બીજા દાવમાં 105 રન બનાવ્યા હતા. ત્યારબાદ ત્રીજી ટેસ્ટ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં યોજાઈ હતી જ્યાં તેણે 122 અને અણનમ 54 રનની ઇનિંગ્સ રમી હતી. આ રીતે અઝહરના નામે ત્રણ ટેસ્ટ અને ત્રણ સદીનો રેકોર્ડ છે. જો કે, અઝહર માત્ર 99 ટેસ્ટ મેચ રમી શક્યો હતો અને તમામ મેચમાં તે નોટઆઉટ રહ્યો છે.

Mohammad Azharuddin with Ajay Sharma and Tendulkar at a prize distribution after a Test at Wankhede on Feb 23, 1993.

જોકે આવા હોનહાર ક્રિકેટરનું નામ મેચ ફિક્સિંગ (match fixing) માં આવ્યું હતું અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના પર આજીવન પ્રતિબંધ મૂકતા વર્ષ 2000માં તેની કરિઅર ખતમ થઈ ગઈ. તે બાદ 2009માં તેણે પોલિટિકલ મેચ રમવાનું શરૂ કર્યું ને કૉંગ્રેસમાં જોડાયો. 2012માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે અપીલ બાદ અઝહર પરનો આજીવન પ્રતિબંધ હટાવી દીધો હતો. વર્ષ 2019માં અઝહર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ પણ બન્યો હતો.

ફિક્સિંગમાં કથિત સંડોવણીને કારણે અઝહરુદ્દીન 100 ટેસ્ટ રમવાની ઐતિહાસિક સિદ્ધિથી પાછળ રહી ગયો હતો. કુલ 99 ટેસ્ટ મેચોમાં તેણે 22 સદી અને 21 અડધી સદીની મદદથી 45.03ની સરેરાશથી 6215 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર પણ 199 છે. અઝહરે ટેસ્ટ મેચોમાં કુલ 105 કેચ પકડ્યા હતા. અઝહરે 334 ODI મેચ રમી હતી, જેમાં તેણે 7 સદી અને 58 અડધી સદી સાથે 36.92ની સરેરાશથી 9378 રન બનાવ્યા હતા. તેણે 156 કેચ પણ કર્યા હોવાનો રેકોર્ડ તેના નામે છે.

Mohammad Azharuddin divorced Naureen and was then married to Bollywood actress Sangeeta Bijlani in 1996. Azhar and Sangeeta divorced in 2010.

પત્ની નૌરિનને છૂટાછેડા આપી અભિનેત્રી સંગીતા બિજલાની સાથેના તેના લગ્નથી માંડી અનેક વિવાદોમાં પણ તે સપડાયો છે, પણ ક્રિકેટરસિયાઓ માટે બીજો અઝહર શક્ય નથી. અઝહરને જન્મદિવસની શુભકામના.

Mohammad Azharuddin with Rajiv Gandhi

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button