નેશનલ

ત્રણ વર્ષ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ પોતાની વહાલી દીકરીનો મૃતદેહ મળ્યો…

લખનઉ: ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાની આ ઘટના છે. જ્યાં પોલીસ સ્ટેશન જસવંતનગર વિસ્તારમાં આવેલ ચક સલેમપુર ગામમાં 19 સપ્ટેમ્બર 2020 ના રોજ રીટા નામની 19 વર્ષની એક યુવતી ગુમ થઈ ગઈ હતી. ત્રણ વર્ષ પહેલા તે જ્યારે અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ ત્યારે પરિવારજનોએ તેની ઘણી શોધખોળ કરી પરંતુ તે મળી ન હતી. અને અંદાજે આઠ દિવસ બાદ એક ખેતરમાંથી યુવતીનો બળી ગયેલો મૃતદેહ મળ્યો હતો. પરંતુ તેનો ચહેરો ખરાબ રીતે દાઝી ગયો હતો આથી ઓળખાણ મુશ્કેલ હતી. પરંતુ તેમ છતાં ગુમ થયેલ યુવતીના પરિવારજનો દાવો કરે છે કે તે તેમની જ પુત્રી હતી જેનું મૃત્યુ થયું હતું. જો કે આ કેસમાં યુવતીની ઓળખ કરવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો.

યુવતીના માતા-પિતા ચપ્પલ, વીંટી અને અન્ય કેટલીક વસ્તુઓ પરથી બળી ગયેલા મૃતદેહની રીટા તરીકે ઓળખ કરી હતી. પરંતુ પોલીસ સ્ટેશનમાંથી પરિવારજનોને લાશ આપવામાં આવી નહોતી. અને પોલીસ મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરાવે છે, પરંતુ લાશ બળી ગઈ હોવાથી તેનો રિપોર્ટ સ્પષ્ટ થતો નથી. અને પરિવારના સભ્યો ફરીથી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવે છે કે તેમને મૃતદેહ આપવામાં આવે પરંતુ કોર્ટના આદેશ પર ફરીથી મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. આ વખતે પણ રિપોર્ટમાં કોઈ બાબત સ્પષ્ટ થતી નથી. અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસના ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો છે.

આ રીતે ત્રણ વર્શ જેટલો સમય નીકળી જાય છે. અને પરિવારજનો સતત મ-તદેહની માંગણી ચાલુ રાખ છે. ત્યારબાદ ઇટાવાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંજય કુમારે તત્કાલિન એસપી સિટી કપિલ દેવ સિંહને તપાસ સોંપી. અને ત્રીજી વાર મૃતદેહનો ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવે છે અને ત્રીજી વખત તપાસ રિપોર્ટ મેળ ખાય છે.

પરિવારના સભ્યોનો દાવો સાચો સાબિત થાય છે અને મેજિસ્ટ્રેટ અને અધિકારીઓની દેખરેખ હેઠળ 31 જાન્યુઆરી 2023ના રોજ છોકરીનો મૃતદેહ ચક સલેમપુરમાં તેમના ખેતરમાં દફનાવવામાં આવે છે.   હવે રીટાની માતાનું કહંવુ છે કે તેઓને ન્યાય મળવો જોઈએ છે. જે લોકોએ તેની પુત્રીને સળગાવી હતી. તેની હત્યા કરવામાં આવી છે. તેમની સામે પગલાં લેવા જોઈએ. તેમજ આ કેસમાં સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button