આમચી મુંબઈ

‘રાઘવથી માધવ’ સુધી કાર્યક્રમનું આયોજન

મુંબઈ: રાજકોટ ખાતે તારીખ આઠ ના રાત્રિના ૯:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે સંગીતમય કાર્યક્રમ જાહેર જનતા માટે ‘રાઘવ થી માધવ’ સુધી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણના સરસ મજાના પ્રસંગો રજૂ થશે. સાથે ગુજરાતી ગીતોની મજા પણ લોકો માણસે. ગુજરાતી હાસ્ય જગતના બે દિગ્ગજ કલાકારો ગુણવંત ચુડાસમા અને મિલન ત્રિવેદી પહેલી વખત એક જુદા જ કિરદારમાં દેખાશે.

સંગીતના સથવારે રાઘવ કેતા ભગવાન રામ અને માધવ કહેતા ભગવાન શ્રીકૃષ્ણના ઓવારણા લેવાનો દિવ્ય અવસર સમી પ્રસ્તુતિ એટલે ” રાઘવ થી માધવ સુધી”.
અહીં વાત કરીશું મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આપણા જીવનમાં શું ફરક લાવી શકે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ આપણા જીવનમાં કઈ રીતે અણુએ અણુમાં વ્યાપેલા છે તેની.
ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ વિશે ગુજરાતી હાસ્ય જગતના બે બળુકા નામ એટલે ગુણવંત ચુડાસમા અને મિલન ત્રિવેદી.સાથે બે ગાહેકતા કંઠ એટલે સ્વર કિન્નરી ઉર્વશી પંડ્યા અને આષાઢી કંઠનો માલિક સંદીપ પ્રજાપતિ તેમના કંઠના કામણ પાથરશે.

સમગ્ર કાર્યક્રમનો હેતુ આજે જ્યારે સનાતનનો ચારે બાજુ જય જયકાર થઈ રહ્યો છે ત્યારે એ રંગને વિશ્વના ફલક સુધી વિસ્તાર કરવા માટે હિન્દુ ધર્મને વિશ્વના છેવાડા સુધી પહોંચાડવા માટેનો છે.
મુંબઈના મુઠ્ઠી ઉંચેરા ગુજરાતી ભાષા પ્રત્યેની લાગણી વાળા ગુજરાતીઓ માટે માણવા જેવો કાર્યક્રમ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…