ન્યૂ ઝીલૅન્ડે રાચિનની ડબલ અને વિલિયમસનની બે સેન્ચુરીના જોરે વિજય મેળવ્યો
માઉન્ટ મૉન્ગેનુઇ: ન્યૂ ઝીલૅન્ડે બુધવારે ચોથા દિવસે સાઉથ આફ્રિકાની બિનઅનુભવી ટીમ સામેની પ્રથમ ટેસ્ટ રાચિન રવીન્દ્રની ડબલ સેન્ચુરી (૨૪૦ રન) તેમ જ કૅપ્ટન કેન વિલિયમસન (૧૧૮ અને ૧૦૯)ની બન્ને દાવની સેન્ચુરીની મદદથી અને છેલ્લે કાઇલ જૅમીસન (ચાર વિકેટ) તથા મિચલ સૅન્ટનર (ત્રણ વિકેટ)ના બોલિંગ આક્રમણની મદદથી જીતી લીધી હતી. જૅમીસને પ્રથમ દાવમાં બે વિકેટ અને સૅન્ટનરે ત્રણ વિકેટ લીધી હતી.
કિવીઓએ બીજો દાવ ૧૭૯/૪ના સ્કોરે ડિક્લેર કરવાને પગલે નીલ બ્રૅન્ડના સુકાનમાં સાઉથ આફ્રિકાને જીતવા ૫૨૯ રનનો તોતિંગ અને અશક્ય ટાર્ગેટ મળ્યો હતો, પણ મહેમાન ટીમ ૨૪૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ બેડિંગ્હૅમના ૮૭ રન પાણીમાં ગયા હતા.
પ્રથમ દાવમાં ન્યૂ ઝીલૅન્ડના ૫૧૧ રન હતા, જ્યારે સાઉથ આફ્રિકાએ ૧૬૨ રન બનાવ્યા હતા. રાચિને પ્રથમ દાવમાં બે વિકેટ પણ લીધી હતી અને તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
હવે ૧૩મી ફેબ્રુઆરીથી હૅમિલ્ટનમાં બીજી
ટેસ્ટ રમાશે.