ટોપ ન્યૂઝનેશનલ

NDAમાં જોડાયા બાદ CM નીતીશ કુમારની PM મોદી સાથે પ્રથમ મુલાકાત, કહ્યું ‘હવે ક્યારેય…’

વી દિલ્હી: બિહારમાં ભારે રાજકીય ઉથલપાથલ બાદ CM નીતીશ કુમાર મહાગઠબંધન છોડીને ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. વારંવાર પોતાનું સ્થાન બદલનારા નીતીશએ NDA સામેલ થઈને કહ્યું હતું કે હવે તેઓ ક્યાય જશે નહીં, જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા છે. આ તમામ ઘટનાઓ બાદ તેઓ આજે બુધવારે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા (CM Nitish Kumar meet PM Narendra modi). આ સાથે સાથે તેઓએ અમિત શાહ અને જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમ્યાન તેણે કહ્યું હતું કે તેઓ 1995થી JDU સાથે છે. વચ્ચે બે વાર આમથી આમ જરૂર થઈ ગયા હતા, પરંતુ હવે ક્યારેય નહીં. હવે અહી જ રહીશ, હેવે અહી-તહી નહીં થાવ. જ્યારે સીટ શેરિંગને લઈને તેણે સવાલ કરવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો કે આના પર ચર્ચા કરવાનો કોઈ તર્ક બનતો નથી. તે શરૂથી જ બધુ જાણે છે.

આપને જણાવી દઈએ કે નીતીશ કુમાર 28 જાન્યુયારીએ જ NDA માં શામેલ થઈ ગયા હતા. RJD સાથે છેડો ફાડીને તેણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને કહ્યું હતું કે ‘અમે એટલી મહેનત કરીએ છીએ અને બધી જ ક્રેડિટ બીજા લોકો (RJD) લઈ જાય છે. હવે નવા ગઠબંધામાં જઈ રહ્યો છું’

રાજીનામું આપ્યાની થોડી જ કલાકોમાં નીતીશ કુમાર ભાજપની સમર્થન મેળવીને ફરીથી સિંહાસન પર બેસી ગયા હતા. સીએમ પદના શપથ લીધા બાદ નીતિશે કહ્યું, ‘હું પહેલા પણ તેમની સાથે હતો. અમે જુદા જુદા રસ્તાઓ પર ચાલ્યા, પરંતુ હવે અમે સાથે છીએ અને હંમેશા રહીશું. હું જ્યાં હતો ત્યાં પાછો આવ્યો છું (NDA) અને હવે બીજે ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી.

જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે નીતિશનો આ ચોથો યુ-ટર્ન હતો. તેમણે ઓગસ્ટ 2022માં ભાજપ છોડી દીધું હતું. અને બે વર્ષથી ઓછા સમયમાં તેઓ ફરી NDAમાં જોડાયા.

CM Nitish Kumar meet PM Narendra modi after join NDA bihar

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button