આપણું ગુજરાત

રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર બલ્ગેરિયન યુવતીની ૧૪ દિવસે ભાળ મળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીની ૧૪ દિવસે ભાળ મળી છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું. અમદાવાદની જાણીતી ફર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરનાર બલ્ગેરિયાની યુવતી ગાયબ થતા યુવતીના એડવોકેટે લેખિત ફરિયાદ પોલીસમાં કરી હતી. અસામાન્ય ઘટનાક્રમમાં, ગુમ થયેલી બલ્ગેરિયન મહિલા કેડિલાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ મોદી દ્વારા તેના પર થયેલા કથિત બળાત્કારના કેસની તપાસ સીબીઆઈને સોંપવા અને શહેર પોલીસ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાના એક અઠવાડિયા પહેલાથી ગુમ થઈ ગઈ હતી. ફર્માસ્યુટિકલ્સ યુકે સ્થિત આ કેસના મુખ્ય સાક્ષીનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે અને મહિલાએ પોતે તેની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જેસીપીને નિવેદન આપવા જવાની હતી એ જ દિવસે યુવતી ગાયબ થઈ ગઈ હતી. બલ્ગેરિયાની યુવતીના એડવોકેટએ જણાવ્યુ હતુ કે, હું તેને છેલ્લીવાર ૨૪મી જાન્યુઆરીએ હાઈ કોર્ટમાં મળ્યો હતો અને સુપ્રીમ કોર્ટ સમક્ષ સીબીઆઈ દ્વારા તપાસની માંગણી કરતો કેસ રજૂ કર્યો હતો કારણ કે અમને ગુજરાત પોલીસમાં કોઈ વિશ્વાસ નથી. તે કાગળો પર સહી કરી અને પછી ગાયબ થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button