આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Breaking: Sharad Pawar Groupને મળ્યું નવું નામ, રાજ્યસભાની ચૂંટણીમાં નામનો ઉપયોગ કરી શકશે

નવી દિલ્હી/મુંબઈઃ ચૂંટણી પંચે એક દિવસ પહેલા અજિત પવાર જૂથને અસલી એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) હોવાનો નિર્ણય આપ્યા પછી કાકા શરદ પવારના જૂથને સૌથી મોટો આંચકો આપ્યો હતો. બીજી બાજુ ચૂંટણી પંચે શરદ પવારના જૂથને પક્ષ અને ચિહ્ન નક્કી કરવા માટે ત્રણ નામનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. હવે શરદ પવાર જૂથે નવું નામ પસંદ કર્યું હોવાનું કહેવાય છે. ‘એનસીપી શરદચંદ્ર પવાર’ નામ નક્કી કર્યું છે, જ્યારે ચૂંટણી પંચે તેને મંજૂરી પણ આપી છે. રાજ્યસભાની ચૂંટણીમાં આ નામનો ઉપયોગ કરી શકશે.

શરદ પવાર જૂથ પાસેથી એનસીપીની કમાન છીનવ્યા પછી શરદ પવાર ચાના કપનું ચિહ્ન પસંદ કરી શકે છે, જ્યારે એના સિવાય સૂર્યમુખીનું ફૂલ અને ઉગતા સૂર્યના ચિહ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બીજી બાજુ પાર્ટીના નામ મુદ્દે શરદ પવાર કોંગ્રેસ, મી રાષ્ટ્રવાદી અને શરદ સ્વાભિમાની પક્ષના નામનો પણ વિકલ્પ આપ્યો હતો. ચૂંટણી પંચે શરદ પવાર જૂથને નવી પાર્ટીનું નામ અને નિશાન નક્કી કરવા માટે બુધવાર સાંજ સુધીની સમયમર્યાદા આપી હતી.

ચૂંટણી પંચના નિર્ણય મુદ્દે અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે અમને ચૂંટણી પંચે માન્યતા આપી છે એનો આનંદ છે. છ મહિનાની અનિશ્ચિતતા પછી આખરે અમને પાર્ટીનું નામ અને ચિહ્ન મળ્યું છે. શિવસેના સાથે અમારી તુલના કરવાનું ખોટું છે. અમે સરકારી એજન્સી સામે ઝૂકી ગયા એમ કહેવાનું ખોટું છે.

ગયા વર્ષે અજિત પવાર જૂથે બળવો કરીને એનસીપીનું વિભાજન કર્યું હતું. અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની એકનાથ શિંદેની સરકારને સમર્થન આપ્યું હતું. શિંદેને સમર્થન આપ્યા પછી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનનું પણ પદ આપ્યું હતું.

અહીં એ જણાવવાનું કે કાકા શરદ પવાર સામે બળવો કરીને પોતે પાર્ટીના પ્રમુખ હોઈ અસલી પાર્ટી તેમની હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ વિધાનસભાના સ્પીકરે પણ અજિત પવારના જૂથને અસલી એનસીપી હોવાની માન્યતા આપી હતી. આ નિર્ણયને શરદ પવાર જૂથે સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો. બીજી બાજુ ચૂંટણી પંચે સોમવારે અસલી એનસીપી અજિત પવારની હોવાનું માન્ય રાખીને શરદ પવાર જૂથને ઝટકો આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button