મનોરંજન

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં કંગનાને રોલ મળે તો શું થશે? અભિનેત્રીએ આપ્યો આ જવાબ

‘જો હું સંદીપ રેડ્ડીની ફિલ્મમાં કામ કરીશ તો ફિલ્મનો આલ્ફા હીરો ફેમિનીસ્ટ બની જશે અને ફિલ્મ પીટાઇ જશે’. પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના આ શબ્દો છે, તેણે હાલમાં જ ફિલ્મ ‘એનિમલ’ના બનાવનારા સંદીપ રેડ્ડી વાંગાને પોતાને ફિલ્મ ઓફર ન કરવા જણાવ્યું છે.

‘અર્જુન રેડ્ડી’, કબીર સિંહ, ‘એનિમલ’ આ ત્રણેય ફિલ્મો જેણે જોઇ હશે તેને ખ્યાલ આવી જશે કે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મોમાં મહિલા પાત્રો કેવા પ્રકારના હોય છે. ‘એનિમલ’ કદાચ વર્ષ 2023ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ તો છે જ, ઉપરાંત સૌથી વધુ ચર્ચાતી ફિલ્મ પણ છે, ત્યારે મહિલાઓને અત્યંત અપમાનજનક રીતે ચીતરતી વાંગાની ફિલ્મોમાં જો કોઇ મહિલાલક્ષી ફિલ્મો કરનારી અભિનેત્રીને ભૂમિકા મળે તો શું થશે? કંગના રનૌતે આ સવાલનો જવાબ આપ્યો છે.

https://twitter.com/i/status/1754533407714165186

સંદીપે એક ઇન્ટરવ્યુમાં કંગના વિશે કહ્યું હતું કે જો કોઇ ફિલ્મમાં તેને કંગનાને લાયક પાત્ર મળે તો તે તેને એપ્રોચ કરશે. જો કે કંગનાએ X પર પોસ્ટ મુકીને પહેલા તો વાંગાના ભારોભાર વખાણ કરીને જાતને સેફ કરી દીધી, અને પછી અંતમાં કહી દીધું કે “મહેરબાની કરીને મને કોઈ પાત્ર ઑફર નહીં કરતા, કારણ કે તમારા આલ્ફા મેલ હીરો ફેમિનિસ્ટ બની જશે અને તમારી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પિટાઈ જશે. તમે બ્લૉકબસ્ટર ફિલ્મ બનાવો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમારી જરૂરત છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button