આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Jamnagar: બોરવેલમાં પડી ગયેલા બાળકનો બચાવ, કઈક આ રીતે થયું હતું Rescue Operation

જામનગર: જામનગર શહેર નજીક લાલપુર તાલુકાના ગોવાણા ગામે ખેતરમા ખેત મજૂરી કરતા મજૂર પરિવારનો રાજ નામનો બે વર્ષનો બાળક ત્યાં આવેલા 12 ફૂટ ઊંડા બોરવેલ અચાનક ખબક્યો હતો (Jamnagar govana Borewell). આ ઘટના બાદ ગોવાણા ગામના લોકો ત્યાં એકઠા થયાં હતા અને બાળકને બચવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યાર બાદ કાલાવડ અને જામનગર ફાયર તંત્રને જાણ કરવામાં આવી હતી. વડોદરાથી પણ બચાવ કામગીરી માટે NDRFની ટિમ રવાના થઈ હતી

ગોવાણા ગામમાં બાર ફૂટ ઊંડા બોરમાં ફસાયેલા બાળકનો જીવ સફળતાપૂર્વક બચાવ્યો હતો. ઓપરેશન ‘રાજ’ તરીકે ઓળખાતું રેસક્યું નવ કલાક સુધી ચાલ્યું હતું, પરંતુ રેસક્યુ ટીમની મક્કમતા અને ગ્રામજનોના અતૂટ નિશ્ચયના પરિણામે આખરે રાજનો આબાદ બચાવ થયો હતો.

રેસ્ક્યુ ઓપરેશનમાં જામનગર ફાયર ટીમના રાકેશ ગોકાણી અને કામિલ મહેતા સહિત રિલાયન્સ ફાયરની ટીમ સામેલ હતી. બચાવની સુવિધા માટે, બોરવેલની નજીક એક સમાંતર ખાડો ખોદવામાં આવ્યો હતો. 108 ટીમે બાળકને મહત્વપૂર્ણ ઓક્સિજન પુરવઠો પહોંચાડવા વ્યવસ્થા કરી હતી.

બાળક રાજ તાત્કાલિક તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે બાળરોગ વિભાગના નિષ્નાત ડોક્ટરોની ટીમ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે, અને હાજર ડોકટરોએ ખાતરી આપી હતી કે બાળક હવે સુરક્ષિત છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button