આપણું ગુજરાત

PMFBY: ઋષિકેશ પટેલે ગુજરાતમાં લાગુ નથી એ યોજનાની પ્રશંસા કરી, કોંગ્રેસે આવો જવાબ આપ્યો

ગાંધીનગર: ગુજરાત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ઋષિકેશ પટેલે મંગળવારે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)ની પ્રશંસા કરતા એક વીડિયો શેર કર્યો હતો. તેની થોડી મિનિટો બાદ કોંગ્રેસ નેતાએ તેમને પૂછ્યું કે રાજ્ય સરકાર શા માટે આ યોજનાની પ્રશંસા કરી રહી છે, જ્યારે રાજ્ય સરકારે યોજનામાંથી પીછેહઠ કરી લીધી છે, આ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે તેમના X હેન્ડલ પર બીજેપીના પ્રમોશનલ વિડિયો શેર કર્યો હતો જેમાં કેન્દ્ર સરકારની વીમા યોજના(Pradhan Mantri Fasal Bima Yojana, PMFBY)ની પ્રશંસા કરવામાં આવી હતી. જેમાં તેમણે લખ્યું: “2014 પહેલા, ખરાબ હવામાનને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય તો તેઓ દુઃખી અને નિરાશ થઈ જતા. હવે જે ખેડૂતોને નુકસાન થાય છે તેમને પાક વીમા યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે. લોકો મોદીને ચૂંટે છે કારણ કે તેઓ વાસ્તવિકતા વાવે છે સપના નહીં.”

39-સેકન્ડના વિડિયોમાં ‘2014 પહેલાં’ લખેલા કૅપ્શન સાથે વાવાઝોડાએ પાકને નુકસાન પહોંચાડવાના દુઃસ્વપ્નથી જાગ્યા પછી ખેડૂતને રડતો બતાવવામાં આવ્યો છે. વિડિયોમાં ‘2014 પછી’ના લખેલા કૅપ્શન બાદ ખેડૂત PMFBY હેઠળ તેના જન ધન ખાતામાં નાણાં જમા થવા અંગેના SMS મળ્યા બાદ હસતો જોવા મળે છે.

ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ કહ્યું કે કે શું ઋષિકેશ પટેલને ખબર ન હતી કે PMFBY હવે ગુજરાતમાં ખેડૂતો માટે ઉપલબ્ધ નથી. જે ઉપલબ્ધ જ નથી એ યોજનાના તેઓ વખાણ કઈ રીતે કરી શકે? પ્રધાનને આટલી ખબર નથી? અથવા ભાજપની પરંપરા મુજબ, તે જૂઠું બોલી રહ્યા છે.

કેન્દ્રએ 2016 માં PMFBY યોજના શરુ કરી હતી. યોજના હેઠળ, ખેડૂતોનો વીમા પ્રીમિયમનો હિસ્સો 2 ટકાથી 5 ટકાની રેન્જમાં ઘટાડવામાં આવ્યો હતો, જ્યારે બાકીનું પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સમાન હિસ્સામાં જમા કરવવાનું હોય છે.

ઓગસ્ટ 2020 માં વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાતમાં ભાજપ સરકારે PMFBYને નકારી કાઢી હતી. રાજ્યએ મુખ્ય પ્રધાન કિસાન સહાય યોજનાની જાહેરાત કરી, જે હેઠળ સરકારે ખેડૂતોને કોઈપણ પ્રીમિયમ ચૂકવવાની જરૂર વગર ખેડૂતોનો પાકનું નુકશાન થાય વળતર આપવાનું વચન આપ્યું હતું.

કોંગ્રેસ નેતાએ કહ્યું: “અમે તેમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો અને ખેડૂતોને નહીં પરંતુ વીમા કંપનીઓને ફાયદો કરાવ્યાનું સાબિત થયા બાદ રૂપાણી સરકારે PMFBYમાં બહાર થવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી, ગુજરાતના ખેડૂતો કોઈપણ પાક વીમા યોજના વિના છે, જોકે તેમને એક યોજનાની સખત જરૂર છે.”

કોંગ્રેસે કહ્યું કે જો ઋષિકેશ પટેલને આ ખબર ન હોય કે ગુજરાત પહેલાથી જ PMFBYમાં નથી તો તેમણે રાજીનામું આપવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…