ટોપ ન્યૂઝનેશનલ

મને કોઈ જાતનું આરક્ષણ પસંદ નથીઃ પીએમ મોદીએ કોનો પત્ર વાંચી કૉંગ્રેસને ઝાટકી

નવી દિલ્હીઃ ગઈકાલે જ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જો ઈન્ડિયા ગઠબંધન સત્તા પર આવશે તો આરક્ષણ પરની 50 ટકાની મર્યાદા હટાવવા અને દેશમાં જાતિ ગણતરી કરવાનું વચન આપ્યું હતું. ત્યારે બીજા દિવસે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં એક પત્ર વાચ્યો છે અને કૉંગ્રેસની ઝાટકણી કાઢી છે.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ આજકાલ જાતિની વાત કરી રહી છે. મને ખબર નથી કે તેમને શા માટે આની જરૂર પડી છે. દલિત, પછાત અને આદિવાસીની કોંગ્રેસ જન્મથી જ સૌથી મોટી વિરોધી રહી છે. મને લાગે છે કે જો બાબા સાહેબ આંબેડકર ના હોત તો SC/ST ને અનામત મળત કે નહી. તેમણે એમ પણ કહ્યું કે કૉંગ્રેસની આ વિચારસરણી આજની નથી, તે વર્ષોથી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે મારી પાસે પુરાવા છે. હું નેહરુજીને ખૂબ જ આદરપૂર્વક યાદ કરું છું. આમ કહી તેમણે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુની વાત કરી. તેમણે કહ્યું કે એકવાર નેહરુજીએ મુખ્ય પ્રધાનોને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે મને કોઈ જાતનું આરક્ષણ પસંદ નથી અને ખાસ કરીને નોકરીમાં તો કોઈપણ જાતનું આરક્ષણ નહીં. હું આવા કોઈપણ પગલાની વિરુદ્ધ છું જે બિનકાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે, જે બેવડા વલણ તરફ લઈ જાય.

પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસે જે વાતો ફેલાવી તેનું પરિણામ શું આવ્યું, ભારતમાં સંસ્કૃતિ અને સભ્યતામાં માનનારા લોકોને ઉતરતી કક્ષાના માનવામાં આવવા લાગ્યા. આ રીતે આપણા ભૂતકાળ પ્રત્યે અન્યાય થયો. આજે પણ આ લોકો વૉકલ ફોર લોકલ કહીને ટાળી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button