માણસે હરણના બચ્ચાને બચાવ્યું અને એક મહિના બાદ થયું કંઈક એવું કે… વીડિયો જોશો તો ચોંકી ઉઠશો
પ્રાણીઓ માટે એવું કહેવાય છે કે જો તમે તેમને થોડો પણ પ્રેમ આપશો તો બદલામાં તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે… હાલમાં સોશિયલ મીડિયા પર માણસ અને પ્રાણી વચ્ચેના પ્રેમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ એકદમ ખુશમખુશ થઈ જશો.
આવો જોઈએ આખરે એવું તે શું ખાસ છે આ વીડિયોમાં…વાત જાણે એમ છે કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે એના વિશેની કોઈ ઓફિશિયલ ઇન્ફોર્મેશન તો નથી મળી રહી પણ નેટિઝન્સ આ વીડિયો જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વીડિયોની શરૂઆતમાં જ જોવા મળે છે કે હરણના એક બચ્ચાને ખાડામાંથી બચાવવામાં આવે છે અને તેને કારમાં લઈને એક વ્યક્તિ પોતાના ઘરે લઈને જાય છે. બાદમાં જ્યારે આ હરણનું બચ્ચું સાજુ થઈ ગયા બાદ તેને ફરી જંગલમાં છોડી મૂકવામાં આવે છે.
અહીં સુધીની સ્ટોરી તો એકદમ ઈમોશનલ છે પણ એ પછી જે થાય છે એ જોઈને તો હરણના બચ્ચાને બચાવનાર અને નેટિઝન્સ પણ ચોંકી ઊઠે છે.
એક મહિના બાદ અચાનક પાછું પેલું હરણનું બચ્ચું એ વ્યક્તિને મળવા એના ઘરે પહોંચે છે અને એ પણ પોતાના આખા પરિવાર સાથે. પોતાના ગેરેજમાં આખું હરણનું ટોળું જોઈને એ વ્યક્તિ પણ ચોંકી ઊઠે છે. આટલા બધા હરણને એક સાથે જોઈને પહેલાં તો એ વ્યક્તિ થોડી અસ્વસ્થ થયો જાય છે. વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે જાણે આ બધા હરણ ખાસ એ વ્યક્તિનો આભાર માનવા માટે એના ઘરે સપરિવાર આવ્યા હતા…
સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો જોઈને એકદમ ચોંકી ઉઠ્યા હતા. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું હતું કે પ્રાણીઓમાં પણ માણસની જેમ જ અનેક પ્રકારની લાગણીઓ હોય છે, બસ વ્યક્ત કરવાની ભાષા અલગ અલગ હોય છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે આ પરથી સાબિત થાય છે કે હરણમાં પણ ઓળખવાની શક્તિ અને લાગણી હોય છે તો વળી કેટલાક યુઝરને આ વીડિયો એકદમ ક્યુટ અને ઈમોશનલ લાગી રહ્યો છે.