હરદા: મધ્યપ્રદેશના હરદા જિલ્લાના મુખ્ય મથક ખાતે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાના કારણે અહીંના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને મુખ્ય આરોપી રાજેશ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીક ખાનનો સમાવેશ થાય છે. જેમાં રાજેશ અગ્રવાલની રાજગઢ જિલ્લાના સારંગપુરથી ધરપકડ કરવામાં આવી છે. તે કારમાં દિલ્હી ભાગી જવાની ફિરાકમાં હતો. હરદા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે અને 175થી વધુ લોકો ઘાયલ થયા છે.
પોલીસે જણાવ્યું હતું કે ફેક્ટરી ઓપરેટર રાજેશ અગ્રવાલ ઉપરાંત સોમેશ અગ્રવાલ અને રફીક નામના આરોપીની મોડીરાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 304, 308 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત વિસ્ફોટક ધારા હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આગ એટલી ભીષણ હતી કે મોડી રાત સુધી ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
હરદામાં ગેરકાયદે ફટાકડાના કારખાનાના સંચાલક રાજેશ અગ્રવાલ અને તેના પુત્રની સારંગપુરમાં વેન્યુ કારમાં ધરપકડ કરવામાં આવી હતી. અકસ્માત બાદ આરોપી તરત જ ફરાર થઈ ગયો હતો. રાજેશ અગ્રવાલ ઉજ્જૈનથી દિલ્હી જવા નીકળ્યા હતો તેમજ સોમેશ અગ્રવાલ પણ મધ્યપ્રદેશ છોડીને દિલ્હી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
મુખ્ય પ્રધાન ડો. મોહન યાદવ 7 ફેબ્રુઆરીના રોજ દિવસ દરમિયાન હરદાની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવશે. છ ફેબ્રુઆરીના રોજ મુખ્ય પ્રધાન ભોપાલની હમીદિયા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં આ અકસ્માતમાં ઘાયલ લોકોને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ઘાયલોને મળ્યા અને તેમના હાલચાલ પૂછ્યા હતા તેમજ તેમને સારી સારવાર મળી રહે તેની સૂચના આપી હતી.
નોંધનીય છે કે હરદા અકસ્માતને કારણે બુધવારે ભોપાલમાં રાજ્ય ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પ્રબંધન કાર્યાલયની પૂજા અને ઉદ્ઘાટન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. રાજ્ય ભાજપના મીડિયા પ્રભારીએ જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી સમિતિની બેઠક દિવસના આજે બપોરે એક વાગ્યાના સમયે યોજાશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને