નેશનલ

લોસ એન્જલસમાં તોફાન સાથે ભારે વરસાદ

લોસ એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસમાં પવન સાથે ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. શહેરના કેટલાક ભાગોમાં પાંચ ફેબ્રુઆરીના રોજ રેકોર્ડ વરસાદ વરસ્યો હતો. શહેરમાં થઇ રહેલા સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. કેલિફોર્નિયામાં પણ તેની અસર જોવા મળી રહી છે. લોસ એન્જલસમાં ભારે વરસાદની અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયું હતું. ભારે પવન અને વરસાદથી વીજળી ગૂલ થતાં રાજ્યમાં સાત લાખથી વધુ લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા હતા.

વરસાદના કારણે શહેરમાં પૂરની સ્થિતિ છે. નેશનલ વેધર સર્વિસે અહેવાલ આપ્યો હતો કે લોસ એન્જલસમાં લગભગ પાંચ થી ૧૦ ઇંચ (૧૨.૭ થી ૨૫.૪ સેન્ટિમીટર) વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે.

લોસ એન્જલસ અને કેલિફોર્નિયામાં તોફાની વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘરો અને રસ્તાઓ કાદવથી ભરાઈ ગયા છે. આ સમયગાળાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહી છે.

ઘરવિહોણા થયેલા કેટલાક લોકો છાવણીમાં રહેવા મજબૂર બન્યા છે. ઉત્તરી કેલિફોર્નિયામાં આવેલા તોફાનના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. એક પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે મંગળવારે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પરંતુ પૂરનો ખતરો યથાવત્ છે.

શહેરના અધિકારીઓએ કહ્યું હતું હોલિવૂડ હિલ્સ પાસે વરસાદના પાણીમાં લોકોનો સામાન તણાઇ ગયો હતો. બે ઘરોને નુકસાન પહોંચ્યું હતું. જેમાંથી ૧૬ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ૧,૦૦૦ ફાયર ફાઇટર્સ વાહનોમાં ફસાયેલા વાહનચાલકોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.
હવામાન સેવા સધર્ન કેલિફોર્નિયાના દરિયાકાંઠાના અને ખીણ વિસ્તારોમાં આઠ ઇંચ (૨૦ સેન્ટિમીટર) સુધી વરસાદની આગાહી કરી હતી. આગામી બે દિવસમાં તળેટી અને પર્વતોમાં ૧૪ ઇંચ (૩૫ સેન્ટિમીટર) વરસાદની સંભાવના છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત