નેશનલ

યુસીસી: ઉત્તરાખંડમાં સૌથી પહેલા

બંદોબસ્ત: ઉત્તરાખંડ વિધાનસભામાં મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ રજૂ કરવામાં આવ્યું તે અગાઉ દેહરાદૂનમાં વિધાનસભા નજીક પાક્કો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. (પીટીઆઈ)

લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું થશે મુશ્કેલ
દેહરાદૂન: ઉત્તરાખંડ વિધાનસભામાં આજે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ રજૂ કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ગૃહમાં યુસીસી બિલ રજૂ કર્યું. જે બાદ વિધાનસભામાં ‘જય શ્રી રામ’ના નારા ગૂંજવા લાગ્યા હતા. ઉત્તરાખંડ વિધાનસભાનું વિશેષ સત્ર સોમવારથી શરૂ થયું હતું અને આજે સત્રના બીજા દિવસે યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કાયદાના અમલીકરણ પછી ઉત્તરાખંડ આઝાદી પછી યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય હશે. યુસીસી ગોવામાં પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં છે. યુસીસી હેઠળ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન, મિલકત અને ઉત્તરાધિકાર સંબંધિત સમાન કાયદાઓ રાજ્યના તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે છે.

મુખ્ય પ્રધાન ધામી હાથમાં બંધારણની કોપી લઇને વિધાનસભામાં પ્રવેશ્યા હતા. બીજી તરફ વિપક્ષે બિલને લઇને હોબાળો મચાવ્યો હતો. બિલ અંગે ઉત્તરાખંડ વિધાનસભામાં વિપક્ષના નેતા યશપાલ આર્યએ કહ્યું કે અમે તેનો વિરોધ નથી કરી રહ્યા. તેના બદલે અમે ઇચ્છીએ છીએ કે ગૃહ બંધારણીય પ્રક્રિયા અને નિયમો અનુસાર ચાલે. જે તે મુજબ કામ કરે છે. ભાજપ તેની સતત અવગણના કરી રહ્યું છે.

લિવ-ઈન રિલેશનશિપને લઈને આ બિલમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થશે. વેબ પોર્ટલ પર નોંધણી કર્યા વિના કપલ સાથે રહી શકશે નહીં. નોંધણી ન કરવા બદલ કપલને છ મહિનાની જેલ થઈ શકે છે. આ ઉપરાંત ૨૫ હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. જો ૨૧ વર્ષથી ઓછી ઉંમરના કપલ્સ લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે તો તેમણે પહેલા તેમના માતા-પિતાની મંજૂરી લેવી પડશે. નોંધણી પછી રજિસ્ટ્રાર તેમના માતાપિતાને પણ આ વિશે જાણ કરશે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા પર જો બાળક પેદા થાય છે તો તે પણ માન્ય રહેશે. તેની સાથે પણ જો રિલેશનશિપ તૂટી જાય છે તો તે મહિલા કોર્ટ જઇ શકે અને ભરણપોષણ માગી શકે છે.

રાજ્યના આદિવાસી સમુદાયને સૂચિત કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ બિલમાં સામેલ તમામ બાબતો કોઈપણ અનુસૂચિત જનજાતિના સભ્યોને લાગુ પડતું નથી અને તે વ્યક્તિઓ અને વ્યક્તિઓના જૂથ કે જેમના પરંપરાગત અધિકારો ભારતના બંધારણ હેઠળ સુરક્ષિત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…