‘થાણે’ રિયલ એસ્ટેટ રોકાણ માટે આદર્શ વિકલ્પ
થાણે: થાણે રાજ્યનું કેવળ અગ્રણી પ્રોપર્ટી હબ નથી, દેશનો અગ્રણી શહેરી સમુદાય છે. વિવિધ વિભાગમાં રિયલ એસ્ટેટના વિશાળ વિકલ્પો ઊભા થઇ રહ્યાં છે. એક સમયે ‘મુંબઈની ભગિની સિસ્ટર સિટી ’ તરીકે એની ઓળખ હતી. આજની તારીખમાં તેણે ગ્લોબલ સિટી તરીકે પોતાની ઓળખ સ્વબળે પ્રસ્થાપિત કરી છે. રહેવા માટે તેમ જ ઈન્વેસ્ટમેન્ટ માટે પ્રોપર્ટીના અનેક વિકલ્પો અહીં ઉપલબ્ધ છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના મધ્ય ભાગમાં સ્થિત તળાવોનું આ શહેર રેલ, સડક તેમજ વિકસી રહેલી મેટ્રો લાઈન અને જળ માર્ગે પણ બેમિસાલ કનેક્ટિવિટી ધરાવે છે. આ પ્રકારના મોડેલ લિંકને કારણે મુંબઈના બધા મહત્ત્વના હબ અને એમએમઆર એક મધ્યવર્તી કેન્દ્ર: થાણા સાથે જોડાયેલા રહે છે. ૨૦૨૪માં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો થાણાને વધુ ઊંચા આસને બેસાડી દેશે.
નયનરમ્ય આર્કિટેક્ચર અને ટકાઉ બાંધકામ યેઉર હિલ્સ અને સંજય ગાંધી નેશનલ પાર્કના લીલોતરી વિસ્તારના હર્યાભર્યા વાતાવરણમાં જોવા મળે છે. થાણેના રિયલ એસ્ટેટમાં થાણાની ખાડી તેમજ ઉલ્હાસ નદીના આસમાની બ્લુ રંગનું પ્રતિબિંબ જોવા મળે છે. સાંસ્કૃતિક સમૃદ્ધિ ધરાવતું અને રહેવા માટે સલામત એવા આ શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ જરૂરિયાત અનુસાર વિકસ્યું છે. પરિણામે આ એક એવું આદર્શ રહેણાંક અને રિયલ એસ્ટેટ હબ છે જે ભવિષ્યમાં વિકાસના ઉંબરે ઊભું છે.
થાણેના રિયલ એસ્ટેટનો ભપકો અને વિશાળતા માત્ર રહેણાંક વિસ્તાર કે વ્યવસાયિક જગ્યા પૂરતી સીમિત નથી. થાણેનું રિયલ એસ્ટેટ રોકાણ માટે, સંપત્તિ નિર્માણ માટે અને સંપત્તિમાં વધારો કરવાના વિકલ્પો પણ ઉપલબ્ધ કરી આપે છે. યોગ્ય રીતે નિયમન કરવામાં આવેલા રિયલ એસ્ટેટ માર્કેટ પર ’રેરા’નો અંકુશ છે. પ્રાઈમ પ્રોપર્ટી વિકસાવવા ઉત્સુક ડેવલપરો દ્વારા થાણેના રિયલ એસ્ટેટનું નિર્માણ ૨૦૨૪માં અને એ પછી પણ થતું રહેશે. અહીં પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છતા સ્માર્ટ રોકાણકારો તેમજ થાણેમાં પોતાને રહેવાનું ઘર હોય એવું ઈચ્છતા લોકો માટે થાણેનું રિયલ એસ્ટેટ રોકાણ માટેનો આદર્શ વિકલ્પ છે.