ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.comળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
ABSORPTION આકર્ષણ
ADULTERATION મિશ્ર ધાતુ
AFFINITY શોષણ
AFFINITY નિશ્ર્ચેતક
ANAESTHETIC ભેળસેળ
ઓળખાણ રાખો
૬૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો અને ‘બ્લેક ફોરેસ્ટ તરીકે ઓળખાતો આ જંગલ વિસ્તાર કયા દેશમાં છે એ ઓળખી કાઢો. અહીં ઓકના વૃક્ષ ઘણા જોવા મળે છે.
અ) રશિયા બ) યુકે ક) ફિનલેન્ડ ડ) જર્મની
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘તાંબાની તોલડી તેર વાનાં માંગે’ એ કહેવતમાં તોલડી શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) તોરણ બ) ચળકાટ ક) સિક્કો ડ) વાસણ
માતૃભાષાની મહેક
મણ એટલે ચાળીસ શેરનું એક વજન, ચાળીસ શેરનો તોલ. ગુજરાતમાં ચાળીસ તોલાનો શેર અને ચાળીસ શેરનું મણ એવો મણનો તોલ ગણાય છે. ‘મણનું માથું જજો, પણ નવટાંકનું નાક ન જશો’ કહેવતનો ભાવાર્થ છે લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન જશો. ‘મણ ઢીલો કરવો’ એટલે સખત મહેનત કરાવી નસો ઢીલી કરી નાખવી.
ગુજરાત મોરી મોરી રે
‘અણબનાવથી નારાજ થયા હોવા છતાં યોગ્ય દવા આપી વૈદરાજ સ્વાસ્થ્ય સુધારી દે’ એ સમજણ આપતી કહેવતના શબ્દો આડા અવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ફરી કાયા વૈદ સુધારે રુઠેલો
ઈર્શાદ
એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે,
તો એ અંધારાના સઘળા અહંકારને દળે.
—- રમેશ પારેખ
માઈન્ડ ગેમ
(૧૧૯ + ૮૯ – ૩૮) X (૭૮ – ૪૭ + ૫૪) પહેલા કાઉન્સમાં રહેલા સરવાળો – બાદબાકી અને પછી ગુણાકારની ગણતરી કરી જવાબ આપો.
અ) ૧૩,૩૯૦ બ) ૧૩, ૯૭૫ ક) ૧૪,૨૫૦ ડ) ૧૪,૪૫૦
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
CONCAVE અંતર્ગોળ
CONCEAL સંતાડવું
CONCEIT ઘમંડ, ગુમાન
CONCEIVE ગર્ભાધારણ
CONVEX બહિર્ગોળ
ગુજરાત મોરી મોરી રે
ઘાંચીનો બળદ આખો દિ ફરે પણ ઠેરનો ઠેર
ઓળખાણ પડી?
ઓસ્ટ્રેલિયા
માઈન્ડ ગેમ
૧૦૨૦૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
સૂર્ય
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) નીતા દેસાઈ (૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૬) શ્રદ્ધા આશર (૭) લજિતા ખોના (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) ભારતી બુચ (૧૨) પુષ્પા પટેલ (૧૩) વિભા મહેશ્ર્વરી (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીશી બંગાળી (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) શ્રદ્ધા આશર (૧૮) હર્ષા મહેતા (૧૯) દેવેન્દ્ર સંપટ (૨૦) તાહેર ઔરંગાબાદવાલા (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) ભાવના કર્વે (૨૭) સુરેખા દેસાઈ (૨૮) પ્રવીણ વોરા (૨૯) કલ્પના આશર (૩૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૧) રજનીકાંત પટવા (૩૨) સુનીતા પટવા (૩૩) મહેશ સંઘવી (૩૪) અંજુ ટોલિયા (૩૫) પુષ્પા ખોના (૩૬) મહેશ દોશી (૩૭) જગદીશ ઠક્કર (૩૮) દિલીપ પરીખ (૩૯) નિતિન બજરિયા (૪૦) પુષ્પા ખોના (૪૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) રમેશ દલાલ (૪૪) હિના દલાલ (૪૫) જ્યોત્સના ગાંધી