ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારત નવમી વાર અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં

બેનોની: ભારતે મંગળવારે સાઉથ આફ્રિકાના બેનોનીમાં સાઉથ આફ્રિકા સામે જ અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપની રોમાંચક સેમિ ફાઇનલમાં બે વિકેટે જીતીને નવમી વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ભારત સૌથી વધુ પાંચ વખત ચૅમ્પિયન બન્યું છે અને ત્રણ વાર રનર-અપ બન્યું છે. ગુરુવારની બીજી સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે જો પાકિસ્તાન જીતશે તો રવિવારની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે.

મંગળવારની સેમિ ફાઇનલના ખાસ કરીને ત્રણ હીરો હતા. સચિન ધાસ (96 રન, 95 બૉલ, 121 મિનિટ, એક સિક્સર, અગિયાર ફોર), કૅપ્ટન ઉદય સહરાન (81 રન, 124 બૉલ, 200 મિનિટ, છ ફોર) અને ગુજરાતી ઑલરાઉન્ડર રાજ લિંબાણી (60 રનમાં ત્રણ વિકેટ અને ચાર બૉલમાં એક સિક્સર, એક ફોર સાથે અણનમ 13)ના સૌથી મોટા યોગદાનોને કારણે ભારતે યજમાન સાઉથ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચવાની એની આશા પર છેલ્લે પાણી ફેરવી દીધું હતું.

ભારતને જીતવા 245 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે 48.5 ઓવરમાં (સાત બૉલ બાકી રાખીને) 348/8ના સ્કોર સાથે મેળવી લીધો હતો. 49મી ઓવરની શરૂઆતમાં ભારતે જીતવા નવ રન બનાવવાના હતા અને ત્રણ વિકેટ પડવાની બાકી હતી. જોકે મૉકોએનાની એ ઓવરમાં ચોથા બૉલમાં સુકાની ઉદય રનઆઉટ થયો હતો અને એક જ રન બાકી હતો ત્યારે રાજ લિંબાણીએ ચોક્કો ફટકારીને એ જ ઓવરમાં ખેલ ખતમ કરી આપ્યો હતો. એક તબક્કે ભારત ખરાબ હાલતમાં હતું. 32 રનમાં ચાર વિકેટ પડી હતી. જોકે ઉદય-સચિન ધાસ 171ની ભાગીદારીથી ટીમનો સ્કોર 203 સુધી લઈ ગયા હતા. મફાકા અને લુસે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

એ પહેલાં, સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટે 244 રન બનાવ્યા હતા જેમાં પ્રીટોરિયસ અને સેલેટ્સવેનની હાફ સેન્ચુરી સામેલ હતી. મુંબઈના મુશીર ખાને બે વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…