લગ્નના એક જ મહિનામાં કોનાથી કંટાળી ગઈ Shura Khan?
![Arbaz khan, shura khan tired from paparazi](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/Yogesh-Dave-2024-02-06T211802.817.jpg)
અરબાઝ ખાન અને શૂરા ખાન એ બોલીવૂડનું અત્યારનું મોસ્ટ ફેવરેટ, એડોરેબલ, ક્યૂટ, લવેબલ કપલ છે. પરંતુ હવે શૂરા ખાનને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હજી તો લગ્નને એક મહિનો પણ થયો નથી ત્યાં શૂરા ખાન હેરાન-પરેશાન થઈ ગઈ છે. આવો જોઈએ આખરે કયા કારણસર શૂરા આટલા જલદી પરેશાન થઈ ગઈ છે.
વાત જાણે એમ છે કે ખાન પરિવારની આ નવી નવી વહુરાણી પેપરાઝીની હરકતોથી પરેશાન થઈ ગઈ છે અને એમનાથી કંટાળી ગઈ છે. લગ્ન બાદથી પેપ્ઝ સતત શૂરાનો પીછો કરી રહ્યા છે અને તેઓ શૂરાના ફોટો ક્લિક કરવાનો એક પણ મોકો છોડવા ના માંગતા હોય એમ તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એની પાછળ પાછળ ફરવા લાગ્યા છે.
શૂરા ખાન રવિના ટંડન સાથે કામ કરે છે અને તે આ પહેલાં રવિના સાથે ઘણી વખત જોવા મળી ચૂકી છે, પણ અરબાઝ ખાન સાથેના લગ્ન બાદ તો જાણે ચારે બાજુ તેની જ બોલબાલા જોવા મળી રહી છે. અત્યાર સુધી તો કોઈ શૂરા ખાન કોણ છે એ જાણતા પણ નહોતા, પરંતુ હવે સમય બદલાયો છે અને પેપ્ઝને પણ શડનલી શૂરામાં રસ પડી રહ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે અરબાઝ અને શૂરાની ઉંમરમાં ખાસ્સું એવું અંતર છે.
અરબાઝ અને શૂરા હાલમાં તો જ્યાં પણ સાથે દેખાય છે ત્યાં એકબીજાના પ્રેમમાં ગળાડૂબ જોવા મળે છે. આ પહેલાં જ્યારે અરબાઝ ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો ત્યારે શૂરા તેને ડ્રોપ કરવા આવી હતી અને એ સમયે બંનેએ એકબીજાને કિસ કરતાં પણ જોવા મળ્યા હતા.